Ahmedabad,તા.15
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં મુખ્ય કોચ બ્રેન્ડન મેકુલમે ભારત સામે મર્યાદિત ઓવરની શ્રેણી માટે પૂરતી તૈયારીઓ કરી ન હતી તેવા આરોપોને નકાર્યા હતાં. રવિ શાસ્ત્રી અને કેવિન પીટરસને બુધવારે રમવામાં આવેલી ત્રીજી વનડે દરમિયાન ટિપ્પણી કરી હતી કે, કોઈ પણ ઇંગ્લેન્ડનાં ખેલાડીએ વનડે શ્રેણી માટે પૂરતી તૈયારીઓ કરી નથી.
આક્ષેપો નકાર્યા
મેકુલમે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડની હાર બાદ કહ્યું કે ’અમે સારી તૈયારી સાથે અહીં આવ્યાં હતાં. અમારાં ખેલાડીઓ ઘણી મેચો રમીને અહીં આવ્યાં હતાં. જ્યારે પરિણામ અનુકૂળ ન હોય, ત્યારે તે કહેવું સરળ બને છે કે પૂરતી તૈયારીઓ કરી ન હતી. ’ઇંગ્લેન્ડની ટીમે નાગપુરમાં રમવામાં આવેલાં પ્રથમ વનડે પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હતો, પરંતુ પછીની બે મેચોમાં તેણે પ્રેક્ટિસ ન કરી હતી.