Washington ના આકાશમાં વિમાન અને હેલીકોપ્ટર ટકરાયા

Share:

Washington,તા.30

અમેરિકાનાં વોશીંગ્ટન ડીસીમાં પ્રશસ્ત વિમાન તથા હેલીકોપ્ટર વચ્ચે ટકકર થતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ વિમાન નદીમાં ખાબકયુ હતું સુરક્ષા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 60 પ્રવાસીઓ હતા.

સામાન્ય રીતે માર્ગો પર વાહનો વચ્ચે અકસ્માત થતા હોય છે.પરંતુ આકાશમાં વિમાન અને હેલીકોપ્ટર વચ્ચેની ટકકરની આ ઘટનાની પ્રાથમીક માહીતી પ્રમાણે કેનેડા એરનું વિમાન હવામાં હતું ત્યારે વોશીંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ નજીકનાં ભાગમાં હેલીકોપ્ટર સાથે ટકરાઈ ગયુ હતું. આ ટકકર બાદ વિમાન પોટોટૈક નદીમાં ખાબકયુ હતું.

આ વિમાન અમેરીકાનાં કંસાસથી વોશીંગ્ટન આવી રહ્યું હતું. હેલીકોપ્ટર અમેરીકી સેનાનું બ્લેકહોલ હતું આ દુર્ઘટના બાદ પોટોમૈક નદીમાં મોટાપાયે રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વિમાન-હેલીકોપ્ટર વચ્ચેની ટકકરનો આ વીડીયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થયો છે.આ ઘટના બાદ રીગન એરપોર્ટ પરથી તમામ ઉડ્ડયનો રોકી દેવામાં આવ્યા હતા. હેલીકોપ્ટર સાથે ટકકર બાદ વિમાન અગનગોળો બન્યાનું વાઈરલ વીડીયોમાં જોવા મળી રહ્યુ છે.

અમેરીકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે દુર્ઘટનાની વિગતો મેળવાય રહી છે.વિમાનનાં પ્રવાસીઓ સુરક્ષીત હશે તેવી આશા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *