હોલિવૂડમાં કામ કરવું છે, ભલે રોલ નાનો હોયઃ Tripti Dimri

Share:

ભારતમાં સંખ્યાબંધ ફિલ્મો હાથ પર છે ત્યારે તૃપ્તિને હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા થઈ છે

Mumbai, તા.૩૦

તૃપ્તિ ડીમરીને ‘એનિમલ’ની સફળતા બાદ દેશની ટોચની સ્ટારમાં સ્થાન મળી ગયું છે. ભારતમાં સંખ્યાબંધ ફિલ્મો હાથ પર છે ત્યારે તૃપ્તિને હોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા થઈ છે. તેના લાગે છે કે, કરિયરમાં આગળ વધવા માટે હોલિવૂડ મૂવીમાં કામ કરવાનું જરૂરી છે અને નાનો રોલ મળતો હોય તો પણ હોલિવૂડની ઓફર સ્વીકારવામાં તેને કોઈ સંકોચ નથી. હોલિવૂડ સુધી પોતાની કરિયરને લંબાવવા તૃપ્તિ ડીમરી કોઈ યોગ્ય એજન્ટને શોધી રહી છે.  તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન તૃપ્તિએ જણાવ્યું હતું કે, પશ્ચિમી ફિલ્મ જગતમાં કામ કરવા માટે તે ઓડિશન આપવાનું વિચારે છે. ક્યાંક નાનો સરખો રોલ પણ મળી જાય તો તેનાથી કરિયરને ખૂબ લાભ થશે. ખાસ કરીને હોલિવૂડમાં એક્ટર્સ જે રીતે કામ કરે છે તે તૃપ્તિને ખૂબ પસંદ છે. તૃપ્તિએ ઈચ્છા વ્યક્ત કરી તે પહેલાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ સહિત સંખ્યાબંધ ભારતીય એક્ટર્સ હોલિવૂડમાં નસીબ અજમાવી ચૂક્યા છે. આ તમામ સ્ટાર્સને હોલિવૂડમાં સારી શરૂઆત મળી હતી, પરંતુ બાદમાં ખાસ પ્રોજેક્ટ્‌સ મળ્યા નથી.  તૃપ્તિને હોલિવૂડ જવાની ઈચ્છા છે ત્યારે હાથ પર સંખ્યાબંધ ફિલ્મો લીધેલી છે. ભૂલ ભુલૈયા ૩માં કાર્તિક આર્યન સાથે તે લીડ રોલ કરવાની છે. આ ફિલ્મમાં વિદ્યા બાલન અને માધુરી દિક્ષિત પણ છે. ૨૦૧૮માં રિલીઝ થયેલી જાન્હવી કપૂર-ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડકની સીક્વલ બની રહી છે. આ ફિલ્મને જાન્હવી પાસેથી આંચકી લેવામાં તૃપ્તિ સફળ રહી છે. ધર્મા પ્રોડક્શનના બેનર બની રહેલી આ ફિલ્મ ૨૨ નવેમ્બરે રિલીઝ થવાની છે. રાજકુમાર રાવ સાથેની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વીડિયો ૧૧ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આમ આ વર્ષે તૃપ્તિ પાસે ભરપૂર કામ છે. આ ઉપરાંત એનિમલની સીક્વલ એનિમલ પાર્કમાં રણબીરની સાથે તૃપ્તિ ડીમરી છે. આ ફિલ્મનું પ્રોડક્શન શરૂ થવામાં દોઢ વર્ષનો સમય લાગી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *