Morbi,તા.28
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ગુમ થયેલા સગીર વયના બાળકના માતાપિતાને ગણતરીની કલાકોમાં શોધી કાઢી બાળકનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું
વાંકાનેર તાલુકા પીઆઈ ડી વી ખરાડીના માર્ગદર્શન હેઠળની ટીમ કાર્યરત હોય ત્યારે એક જાગૃત નાગરિકે ટેલીફોનીક જાણ કરી હતી કે અગાભી પીપળીયા ગામેથી વાલીવારસ વગર મળી આવ્યું છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે બાળકનો કબજો સંભાળી વાલીવારસ શોધવા કવાયત હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં રાજકોટ શહેર આજીડેમ લાપાસરી મામાદેવ મંદિર પાસે રહેતા અને છૂટક કડિયાકામ મજુરી કરતા અનકર પાંગલીયા મોહનીયા રહે મૂળ એમપી વાળાને શોધી કાઢી ખાતરી કરતા સગીર વયનો બાળક છેલ્લા દોઢેક વર્ષથી તેની સાથે રહેતો હતો જે ખાતરી કરી સગીર વયના બાળકને તેના પાલક માતાપિતાને સોપ્યો હતો અને ગણતરીની કલાકોમાં મિલન કરાવવામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમને સફળતા મળી હતી