રૂ.૩.૫૦ લાખ વીજ દંડ તથા ૩૦ વાહન ચાલકો સામે કાર્યવાહી
Visavadar,તા.22
રાજ્યભરમાં સામાજિક તત્વોના હાથે ડામી દેવા અને ગુનેગારો સામે કાર્યવાહી માટે સો કલાકમાં યાદી તૈયાર કરવાની આદેશના પગલે જુનાગઢ રેન્જ આઈ જી નીલેશ ઝાઝડીયા ઇનચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા એ વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં કોમ્બિંગ કરી કાયદેસર કાર્યવાહી કરવાના આદેશના પગલે મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમાર ડાંગર પી આઈ આર એસ પટેલ એ અલગ અલગ વીમો બનાવી 21 મો સામે રહેણાંક મકાનમાં જઈ તપાસ કરતાવીજ ચોરી, દેશી દારૂ અને વાહન ચેકિંગ દરમિયાન ગુના નોંધવામાં આવ્યા હતા જેમાં પો.સ્ટે.વિસ્તારમાં આવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોના રહેણાંક મકાનો તપાસી ગેરકાયદેસર પ્રવૃતી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક રોહીતકુમાર ડાગર વિસાવદર વિભાગ પો.ઇન્સ આર.એસ. પટેલ નાઓએ અલગ અલગ ટીમો બનાવી પી.જી.વી.સી.એલ અધિકારી તથા કર્મચારીઓ સાથે રહી ગુનાહીત ઇતિહાસ ૨૧ ઇસમોના રહેણાક મકાનોએ જઇ ચેક કરતા પીજીવીસીએલ ના દાખલ કરેલ ગુન્હા તથા વિદેશી દારુના કેશ તથા વાહન ચેકીંગની કામગીરી કરી રોકડ દંડની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી
ગેરકાયદે 6 વીજ કનેકશનને દંડ રૂ.૩.૫૦ લાખ , એક વિદેશી દારુના કેસ તથા ૩૦ વાહન ચેકિંગ ગુનો નોંધવામાં આવ્યો હતો. પીઆઈ.આર.એસ.પટેલ , પો.સબ.ઇન્સ પી.જે.વાઘેલા,એ.એસ.આઇડી.એન.ચાંચીયા,ડી.જી.પરમાર, પ્રજ્ઞાબેન સાવલીયા તથા જી.ઈ.બી.ના D.E.અખેણીયા , એ.એન.રાબડીયા , જુનીયર ઇન્જે. વી.ડી.જોષી સહિત સ્ટાફે કામગીરી બજાવી હતી.