Virpur,તા.09
વીરપુર ગુરૂકુળના સ્વામી વિશ્વવિહારી દાસજીએ જગન્નાથપુરી અને ગંગા સાગરની પવિત્ર યાત્રા કરી.
સૌરાષ્ટ્રની વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આવેલ ગુણાતીત વિદ્યાધામ ગુરૂકુળના સ્વામી વિશ્વવિહારી દાસજીએ તા. ૭-૦૧-૨૦૨૫ ને મંગળવારના રોજ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી તેમજ પૂજ્ય જલારામ બાપાના શુભ આશિષ લઈને સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારીદાસજી જગન્નાથ પુરી અને ગંગા સાગરની પવિત્ર યાત્રા કરીને પરત વીરપુર ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિના પ્રમુખ અનિલભાઈ વઘાસીયા તથા બલભદ્રસિંહ ચુડાસમા, ગાયત્રી મહિલા મંડળના મહિલાઓ તેમજ ગુરૂકુળ સંસ્થાના ટ્રસ્ટી મૌલિકભાઈ તેમજ અંગ્રેજી ગુજરાતી વિભાગના તમામ શિક્ષકગણે ગુરૂકુળ ખાતે રંગોળી પૂરી પુષ્પવૃષ્ટિ કરી શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસજીનું ભવ્ય સ્વાગત કરીને સ્વામીજીના આશીર્વચન મેળવ્યા હતા.