New Delhi,તા.11
ચોથી વાર ICC ટાઇટલ જીતનાર વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પોતાના મિત્ર કેન વિલિયમસનને યાદ કરવાનું ભૂલ્યો નહોતો. ફાઇનલમાં 11 રને આઉટ થયા બાદ સ્નાયુઓ ખેંચાવાને કારણે વિલિયમસન ભારતની બેટિંગ સમયે ફીલ્ડિંગ કરવા મેદાનમાં આવી શક્યો નહોતો.
મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ’મારા એક ખૂબ જ સારા મિત્રને હારતો જોઈને દુ:ખ થાય છે, પરંતુ હું ઘણી વખત હારતી ટીમમાં રહ્યો છું ત્યારે તે વિજેતા ટીમમાં હતો. અમારી વચ્ચે ફક્ત પ્રેમ છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, તેઓ (ન્યુઝીલેન્ડ) મર્યાદિત સંખ્યાના પ્લેયર્સની પ્રતિભાનો કેટલો મહત્તમ ઉપયોગ કરે છે. તેઓ ચોક્કસપણે વિશ્વની શ્રેષ્ઠ ફીલ્ડિંગ ટીમ છે.’