Virat Kohli and Anushka Sharma ના અલીબાગના ઘરે ગૃહપ્રવેશની ધમાકેદાર શરૂઆત!

Share:

New Delhi,તા.૧૬

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં ભારતમાં છે અને તેમના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. આ બંને ઘણીવાર ગેટવે ઓફ ઈન્ડિયાથી અલીબાગ સુધી ફેરી પર જતા જોવા મળે છે. એવું લાગે છે કે તેમના નવા ઘરનું બાંધકામ હવે પૂર્ણ થઈ ગયું છે અને આજે ગૃહપ્રવેશ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક પુરુષો પૂજાની વસ્તુઓ લઈને ફેરી પર જઈ રહ્યા છે અને એક પૂજારી પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, અનુષ્કા શર્માને ગેટવે ઓફ ઈન્ડિયા પર પપારાઝીઓએ જોયા હતા. તેણીએ કેઝ્‌યુઅલ બ્લેક ટી-શર્ટ સાથે બેગી ડેનિમ પહેર્યું હતું અને તેના સનગ્લાસ અને બ્લેક બેગ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. તેણી ખુશ મૂડમાં દેખાઈ. તેને આજુબાજુના લોકો સાથે વાત કરી અને પછી ઝડપથી સ્પીડબોટ પકડવા રવાના થઈ.

૨૦૨૩માં એવા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલીએ ૬ કરોડ રૂપિયા ખર્ચીને અલીબાગમાં ૨,૦૦૦ સ્ક્વેર ફૂટનો વિલા ખરીદ્યો હતો, જેમાં ૪૦૦ સ્ક્વેર ફૂટનો સ્વિમિંગ પૂલ પણ હતો. આ સિવાય તેણે અને અનુષ્કા શર્માએ અલીબાગમાં એક ફાર્મહાઉસ ખરીદ્યું હતું, જેની કિંમત ૧૯.૨૪ કરોડ રૂપિયા હતી.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ડિસેમ્બર ૨૦૧૭ માં ઇટાલીમાં લગ્ન કર્યા અને ૨૦૨૧ માં તેમના પ્રથમ બાળક, પુત્રી વામિકાનું સ્વાગત કર્યું. આ પછી, તેમના બીજા બાળક પુત્ર અકાયનો પણ ૨૦૨૪ માં જન્મ થયો.

અનુષ્કા શર્માએ છેલ્લે ૨૦૧૮માં આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર બહુ સફળ રહી ન હતી. પરંતુ ૨૦૨૨માં તેની નાની રોલવાળી ફિલ્મ ‘કાલા’ રિલીઝ થઈ હતી. આ પછી તે ક્રિકેટની દિગ્ગજ ઝુલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઈ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા શુક્રવારે વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યા હતા. અનુષ્કા શર્મા તેના બંને બાળકો સાથે ત્યાં ગઈ હતી. અનુષ્કાએ પોતાની મૂંઝવણ પ્રેમાનંદ મહારાજને જણાવી. તેણે મહારાજને કહ્યું, ‘મારે તો બસ ભક્તિના માર્ગે ચાલવું છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *