Virat Kohli એ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો ૨૫ વર્ષ જુનો રેકોર્ડ

Share:

Dubai,તા.૨૪

ભારત અને પાકિસ્તાન વચ્ચે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ-પ્રોફાઈલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં  ભારતને જીતવા માટે પાકિસ્તાને ૨૪૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતે ટાર્ગેટ પુરો કરી લીધો હતો  આ મેચમાં  વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર બની ગયો છે. વિરાટે આ રેકોર્ડ પાકિસ્તાન વિરુદ્ધ રવિવારે (૨૩ ફેબ્રુઆરી) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બનાવ્યો હતો. તેમણે પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો ૨૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

કોહલીએ ૧૫૭મો કેચ લેતા જ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધો હતો. વિરાટ કોહલીના નામે હવે કુલ ૧૫૮ કેચ છે. આ યાદીમાં તેના પછી ભારતીય મોહમ્મદ અઝહરુદ્દીન (૧૫૬), સચિન તેંડુલકર (૧૪૦), રાહુલ દ્રવિડ (૧૨૪) અને સુરેશ રૈના (૧૦૨) છે.

વિરાટ હવે ફિલ્ડર તરીકે વનડેમાં સૌથી વધુ કેચ કરવાના મામલામાં શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને (૨૧૮) અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ (૧૬૦)થી પાછળ છે. વિરાટે આ મેચમાં બે કેચ પકડ્યા અને આ રીતે તેનો આંકડો ૧૫૮ પર પહોંચી ગયો છે.

કોહલીએ પાકિસ્તાનની ઈનિંગની ૪૭મી ઓવરમાં નસીમ શાહનો કેચ કરીને આ રેકોર્ડ તોડ્યો હતો. કુલદીપ યાદવના બોલ પર નસીમ શાહે લોંગ ઓન આઉટ કર્યો હતો. તેણે ભૂલથી આ શોટ રમ્યો હતો, પરંતુ વિરાટે કોઈ ભૂલ કરી ન હતી. તેમણે શાનદાર કેચ કર્યો હતો. આ પછી વિરાટે હર્ષિત રાણાના બોલ પર ખુશદિલ શાહનો કેચ પણ લીધો હતો. ખુશદિલ આઉટ થતાં જ પાકિસ્તાનની ટીમ ૨૪૧ રનમાં સમેટાઈ ગઈ હતી.

વનડેમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ કરનાર ભારતીય

૧૫૮ – વિરાટ કોહલી (૨૯૯ મેચ)

૧૫૬ – મોહમ્મદ અઝહરુદ્દીન (૩૩૪ મેચ)

૧૪૦ – સચિન તેંડુલકર (૪૬૩ મેચ)

૧૨૪ – રાહુલ દ્રવિડ (૩૪૪ મેચ)

૧૦૨ – સુરેશ રૈના (૨૨૬ મેચ)

વનડેમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ કરનાર ખેલાડી

૨૧૮ – મહેલા જયવર્દને (૪૪૮ મેચ)

૧૬૦ – રિકી પોન્ટિંગ (૩૭૫ મેચ)

૧૫૮ – વિરાટ કોહલી (૨૯૯ મેચ)

૧૫૬ – મોહમ્મદ અઝહરુદ્દીન (૩૩૪ મેચ)

૧૪૨ – રોસ ટેલર (૨૩૬ મેચ).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *