Lord Buddhaની વિપશ્યનાની સાધના

Share:

આમ શ્વાસ સાથે જોડાય રહેવું એટલે જ વર્તમાન સાથે જોડાય રહેવું છે અને જીવનમાં વર્તમાન જ આનંદ સ્વરૂપ પરમ શાંતિ સ્વરૂપ છે. જેથી આનાપાનની સાધના જ આનંદ પ્રમાદ કરે છે, શાંતિ પ્રદાન છે, અમૃત જીવન પુરું પાડનાર છે અને આમે ધ્યાનનો હેતુ જ એક અગત્યનો એ છે કે આપણા મનને વર્તમાનમાં લાવવું આ આનાપાનથી સિદ્ધ થાય છે અને મન વર્તમાનમાં આવતા જ નિર્મળ અને શુદ્ધ થાય છે. એજ જીવનની સિદ્ધી બની રહે છે.

આનાપાનની સાધનાની વિશેષતા એ છે કે આપણો શ્વાસોચ્છવાસ આપણી વૃતિઓ અને આપણા વિચારોનું દ્યોતક અને વાહક છે અને આપણી વૃતિ અને વિકારો જ આપણા શ્વાસની પાંખ પર સવાર થઈને જ આવતા હોય છે. આપણી કોઈપણ વૃતિ કે વિચાર વૃતિ ક્રોધ ઈર્ષા દંભ અહંકાર વેર હિંસા તૃષ્ણા કામના લાભ લોભ જ્યારે જ્યારે પ્રગટ થાય કે તુર્તજ તેની અસર આપણા શ્વાસોશ્વાસની ગતિ પર થાય જ છે અને તેનો આખો લય બદલાય જાય છે બદલાવા માંડે છે કોઈની પર ગુસ્સો આવે કે તુર્તજ આપણો શ્વાસ ઝડપથી જ ચાલવા માંડે છે અને ઈર્ષા આવે કે તરત જ અનિયમિત ચાલવા માંડે છે.

આનાપાનના સાધકને જીવનમાં ઉભરાતા વિકારો વૃતિઓને આનાપાનનો સાધક શાંત ચિત્તે સમતાથી, સ્થિત પ્રજ્ઞાથી, પ્રજ્ઞાાથી, સમ્યક શીલને ધારણ કરવાથી, વિકારોને અંદર સમાવી શકવા શુદ્ધ કરી શકવા સક્ષમ બને છે અને પરમ ચેતનાની જાગૃતિપૂર્વક સાધક જીવે છે. આ એક બહુ જ મોટી જીવનની ઉપલબ્ધિ સાબિત થાય છે.

આનાપાનની સાધનાથી વિકારો વિચારો ધીમે ધીમે નિર્મૂળ બની જતા હોય છે અથવા બે અસર બની જતા હોય છે. જેનાથી ચિત્તનું પરમ શુદ્ધિકરણ અને પ્રસન્નતા બહુ જ ઊંડાણથી પ્રાપ્ત થાય છે. જે જીવનની મહાસિદ્ધી બની રહે છે અને જીવનમાંથી જ જીવનની પરમ શાંતિ ને પરમ સુખની ઉપલબ્ધિ થાય છે એ જીવનની સિદ્ધિ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *