Vijayanagar માં ૧૦૯૨ વિદેશી દારૂ બોટલ સાથે ધરપકડ, રૂ. ૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત

Share:

Himmatnagar,તા.૨૫

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના રાણી ચેકપોસ્ટ પર પોલીસે ગઈકાલે રાત્રે એક વ્યક્તિને ૧૦૯૨ બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિજયનગર પોલીસે ૩૧જંના તહેવારોમાં વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે ચેકપોસ્ટ પર ખાસ વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક ડાલુ(નાના ટ્રક)ને રોકીને તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન ડાલુના ગુપ્તખાનામાંથી ૧૦૯૨ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

ડીસેમ્બર અંતિમ દિવસોમાં જલસા માટે પરપ્રાંતમાંથી લવાતા વિદેશી દારૂની હેરફેરી રોકવાના ભાગરૂપે વિજયનગર પીએસઆઇ વાય. બી. બારોટે પોતાના સાથી કર્મચારીઓ સાથે રાણી ચેકપોસ્ટ આગળ  ખાસ વોચ  ગોઠવવામાં આવતાં રાજસ્થાન તરફથી આવતા ડાલુને રોકીને એની તલાશી લેતા  ડાલુના ગુપ્તખાનામાં સંતાડેલો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૧,૦૯૨ કુલ કિ.રૂ. ૨,૮૯,૦૯૨/- નો  જથ્થો, રૂ. ૫ લાખનું ડાલુ અને ૨ હજારનો મોબાઈલ મળી કુલ રૂ. ૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ડાલુ ચાલક હેમંતકુમાર દરંગાને ઝડપી પાડ્યો છે. જ્યારે તેનો સાથી નારાયણડી નગેન્દ્ર વડેરા ફરાર છે. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *