Mangrol માં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર યુવકનો વીડિયો સામે આવ્યો

Share:

આ દરમિયાન  યુવતીએ પોતાની પ્રોફાઇલમાં અન્ય યુવક સાથેનો ફોટો મુકતાં સુરેશ હતાશ થઇ ગયો હતો

Surat, તા.૨૨

ગ્રીષ્માકાંડ જેવી જ ઘૃણાસ્પદ ઘટના સુરત જિલ્લાના માંગરોળ ખાતે બહાર આવી હતી. જોકે ચાર દિવસ પહેલા બોરિયા ગામ ખાતે કોલેજીયન યુવતીની પ્રેમીએ ચપ્પુના ગળા સહિત શરીર પર ઘા મારી હત્યા કરી હતી.

બાદ પ્રેમીએ જાતે ગળા પર ચપ્પુ હુલાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.  જોકે ત્યાં ઇએનટી સહિતના ડોકટરો ટીમે  પ્રેમીના ગળા ભાગે ૪૦ ટાંકા લઈ સર્જરી કરી બચાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે યુવતીની હત્યા કરનાર સુરેશ જોગીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે યુવતી સાથે બ્રેકઅપ લઇને વાત કરી રહ્યો છે. મૃતક યુવતી તેજસ્વિની ચૌધરીએ સુરશને સોશિયલ મીડિયામાં બ્લોક કર્યો હતો. આ દરમિયાન યુવતીએ પોતાની પ્રોફાઇલમાં અન્ય યુવક સાથેનો ફોટો મુકતાં સુરેશ હતાશ થઇ ગયો હતો.

તેજસ્વીનીએ સુરેશ જોગીને કહ્યું હતું કે તેની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઇ છે. સુરેશ અને તેજસ્વિની છેલ્લા ૬ વર્ષ એકબીજાના પ્રેમમાં હતા. સુરેશ કહ્યું હતું કે મારી નહી તો તને બીજાની નહી થવા દઉં. આ વીડિયો કારમાં બનાવવામાં આવ્યો હતો, જેમાં સુરેશ પોતાનું દુઃખ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે. જોકે, તેજસ્વિની હત્યાકાંડના થોડા દિવસો પહેલા આ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

પ્રેમ સંબંધનો વધુ કિસ્સો સુરતના વરાછાથી સામે આવ્યો છે. જેમાં સુરતના નાના વરાછા વિસ્તારમાં ગુરુવારે સવારે  ૧૭ વર્ષની તરૂણીએ  ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. તરૂણી ગુરુવારે સવારે બાથરૂમમાં ન્હાવા માટે ગઇ હતી.

બાદમાં તે ઘઉંમાં નાખવાની દવા પી જતા બહાર નીકળા અચાનક ઢળી પડતા પરિવારજનો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જોકે તરૂણીએ ડોકટરને જણાવ્યું હતું કે, નીલેશે કીધું હતુ  કે, મરી જા. તરૃણીએ નિલેશને પોતાનો ઘરવાળો હોવાનું જણાવ્યું હતું. જોકે  પોલીસે તેનો પ્રેમી નિલેશની સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *