Gujarat, Maharashtra સહિત 21 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Share:

New Delhi,તા.10 

સોમવારે ઓડિશામાં પુરી નજીકના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વધી ગઈ છે. હવામાન વિભાગે મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી ઓડિશાના 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ માછીમારોને 11 સપ્ટેમ્બર સુધી દરિયાની નજીક ન જવાની સલાહ આપી છે. આ ઉપરાંત ડીપ ડિપ્રેશન સર્જાતા રાજ્ય સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈયારી પણ કરી લીધી છે.

ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી 

બંગાળની ખાડીમાં  ઉત્તર-પશ્ચિમ તરફ ડીપ ડિપ્રેશનમાં વધુ તીવ્ર બન્યું છે. આ ડીપ ડિપ્રેશન લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આ 21 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

જેમાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જયારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે IMDએ રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *