Veraval,તા.01
વેરાવળ ખારવા સમાજ આરાધ્યદેવ રામદેવજી મહારાજ ના મહાબીજના દિવસે ઘનશ્યામ પ્લોટ ખાતે આવેલ કામનાથ મંદિર ખાતે સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવ્યો ઘનશ્યામ પ્લોટ ખાતે આવેલ રામદેવજી મહારાજ ના મંદિરે હર સાલ પરંપરા મુજબ આ વખતે પણ સાગર પુત્ર કાઉન્ડેશન ખારવા સમાજના અધ્યક્ષ
લખમભાઈ ભેસલા,પટેલ દામજીભાઈ ફોફંડી આગેવાની હેઠળ આયોજન કરવામાં આવેલ જેમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું, ધ્વજા પૂજા આરતી તેમજ
મહાપ્રસાદી મલપૂડા ભજીવા રાખવામાં આવેલ હતા. પરંપરા મુજબ મહાબીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતો. વેરાવળ સાગર પુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ દ્વારા પરંપરા ગત રીતે દર વર્ષે રામદેવજી મહારાજનાં દરેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે જેમાં ભાદરવા મહિનામાં ભવ્ય રીતે ધ્વજારોહણ કરવામાં આવે છે જમાં ખારવા સમાજનાં ઈસ્ટદેવ રામદેવજી મહારાજના જન્મોત્સવ ભવ્ય રામદવજી મહારાજનાં મંદિર જાલેશ્વર ખાતે ધ્વજારાહણ કરવામાં આવે છે જેમાં ખારવા સમાજ જોડાય છે.મહબીજની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.ખારવા સમાજ તથા અન્ય સમાજનાં લોકાએ પણ રામદેવજી મહારાજનાં મંદિર દર્શનનો લાભલઇ ધન્યતા અનુભવી હતી. આ સમયે સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ
લખમભાઈ ભેસલા,પટલ દામજીભાઈ ફોફંદી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ જગદીશભાઈ કોફડી, બૉટ એસો. પ્રમુખ તુલસીભાઈ ગોહેલ,કિશનભાઈ ફોફંડી,સી ફુડ એક્સપોર્ટ એસોસીએશન પ્રમુખ કેતનભાઈ સૂયાની તેમજઆમંત્રિત મહેમાનો સહિત રાજકીય બિનરાજકીય અનેક મહાનુભાવોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી મહાબીજનાં આ રામદેવજી મહારાજનાં મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.