નશાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં લાગી આવતા પગલું ભર્યું
Rajkot,24
વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે રહેતા આધેડને નશાની ટેવ હોવાથી પરિવારના સભ્યોએ ઠપકો આપતાં વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના મોટા માત્રા ગામે રહેતા માલાભાઈ કરસનભાઈ બેરાણી (ઉ.વ.50) નામના આધેડ ગઈકાલે વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પ્રથમ વિછિયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આધેડને નશો કરવાની ટેવ હોય જેથી પરિવારના સભ્યોએ એવું ન કરવા અંગે જણાવતા ઠપકો આપતાં માઠું લાગી આવતા પગલું ભર્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા વીંછિયા પોલીસના એએસઆઈ ડી.એ.માલકિયા સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર છ ભાઈ અને એક બહેનમાં ચોથા નંબરે હતા અને સંતાનમાં બે પુત્રો એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.