વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન મોટા પડદે ‘બિન્ની એન્ડ ફેમિલી’ સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે
Mumbai, તા.૨૧
વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન મોટા પડદે ‘બિન્ની એન્ડ ફેમિલી’ સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે. પહેલાં તેની ફિલ્મ ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતું, પરંતુ હવે તેની ફિલ્મ પોસ્ટપોન એક અઠવાડિયું પોસ્ટપોન થઈને ૨૭ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. તેથી તે હવે જુનિયર એનટીઆર અને જ્હાનવી કપુરની ‘દેવરા’ સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે. અંજની ધવન સાથે આ ફિલ્મમાં પંકજ કપુર, હિમાની શિવપુરી અને રાજેશ કુમાર જેવા કલાકારો પણ છે. આ ફિલ્મ બાળકો અને તેમના દાદા-દાદીઓ વચ્ચેના જનરેશન ગેપની વાત કરે છે. અંજની ટીવી એક્ટર સિદ્ધાર્થ ધવનની પુત્રી અને અનિલ ધવનની પૌત્રી છે. તે ‘બિન્ની એન્ડ ફેમિલી’થી ડેબ્યુ કરશે. અંજની પહેલા રિતિક રોશનની બહેન પશ્મિના, સલમાનની ભાણી અલવીરા, શાહરૂખની દીકરી સુહાના, આમિરનો દીકરો જુનૈદ બોલિવૂડમાં ડેબ્યુ કી ચૂક્યા છે. ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રના જણાવ્યા અનુસાર, હાલ એક પછી એક ઘણી ફિલ્મો રિ રિલીઝ થઈ રહી છે, ત્યારે જો આ ફિલ્મ એક અઠવાડિયા પછી રિલીઝ કરવામાં આવે તો ફિલ્મને ફાયદો થશે. મજાની વાત એ છે કે પહેલાં આ ફિલ્મ ૩૦ ઓગસ્ટે જ રિલીઝ થવાની હતી પરંતુ આ જ કારણથી તેની રિલીઝ આગળ વધારીને ૨૦ સપ્ટેમ્બર કરવામાં આવી હતી. એ જ કારણથી ફરી હવે આ ફિલ્મ પોસ્ટપોન કરવામાં આવી છે. ૨૦ તારીખે ૨૦૦૦ના દાયકાની હિટ રોમેન્ટિક ફિલ્મ ‘તુમ બિન’ ફરી રિલીઝ થઈ રહી છે, આ ઉપરાંત પીવીઆર દ્વારા આ સમગ્ર સપ્તાહ દરમિયાન કરીના કપુર ખાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેની સિલેક્ટેડ ફિલ્મો સ્ક્રીન કરવામાં આવશે. જ્યારે આ જ દિવસે સિદ્ધાંત ચતુર્વેદીની ‘યુધરા’ અને ધ્વનિ ભાનુશાલીની ‘કહાં શુરુ કહાં ખતમ’ પણ રિલીઝ થઈ રહી છે.