Varun Dhawan, Shraddha Kapoor and Kriti Sanon એક ફિલ્મમાં જોવા મળશે?

Share:

છેલ્લાં ૫૦ દિવસથી કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા પછી હવે આ ફિલ્મની ગતિ થોડી ધીમી પડી છે

Mumbai, તા.૯

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની કેમેસ્ટ્રી દર્શકો ‘સ્ત્રી ૨’ના ‘ખૂબસુરત’ સોંગમાં જોઈ ચૂક્યા છે, ત્યારથી દર્શકો સ્ત્રી અને ભેડિયાના ક્રોસઓવરની રાહ જોઈ રહ્યાં છે. તેઓ રાહ જુએ છે કે ક્રિતિ સેનન, શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન વિશે ટ્રાએંગલ જોવા મળશે. ત્યારે આ ફિલ્મોના ડિરેક્ટર અમર કૌશિકે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ભાસ્કર, અનિકા અને સ્ત્રીની રોમેન્ટિક સ્ટોરીની ભવિષ્યની શક્યતાઓ વિશે વાત કરી હતી. તાજેતરની એક ઇવેન્ટમાં જ્યારે અમર કૌશિકને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું,“થઈ પણ શકે અને ન પણ થાય.” કારણ કે વરુણ ધવન એક ડાયલોગ બોલે છે કે, ‘મેં ભી પાવરફૂલ, મેં ભી પાવરફુલ’. આ ઉપરાંત ક્રિતિ અને રાજકુમાર રાવના પાત્રો સિવાયનું કોઈ નવું પાત્ર પણ ઉમેરાઈ શકે છે. આ સાથે ‘સ્ત્રી ૨’એ કમાણીના રેકોર્ડ તોડ્યો હોવાની ચર્ચઓ તો છે જ. છેલ્લાં ૫૦ દિવસથી કમાણીના અનેક રેકોર્ડ તોડ્યા પછી હવે આ ફિલ્મની ગતિ થોડી ધીમી પડી છે. મેડોકના યુનિવર્સમાં ઘણી સ્ટોરી એકબીજા સાથે તો વણી લેવામાં આવી છે, સાથે તેમાં ઉમેરાતા કેમિઓથી દર્શકોમાં હવે આગળની ફિલ્મો અને તેની સ્ટોરીઝ માટે ઘણી ઉત્સુકતા છે. આગળના એક ઇન્ટરવ્યુમાં અમર કૌશિકે જણાવ્યું હતું કે ‘સ્ત્રી ૩’માટેની પ્રાથમિક વાર્તા તેમના મગજમાં છે જ. તેથી તેમને વિશ્વાસ છે કે ત્રીજી ફિલ્મ પણ આગળની બંને ફિલ્મોની સરખામણીએ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરશે. આ ફિલ્મમાં પણ રાજકુમાર અને શ્રદ્ધા ઉપરાંત પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી મહત્વના રોલમાં ફરી જોવા મળશે તેવી પણ ચર્ચા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *