Jamnagarતા.4
Relianceના યુવા ડાયરેક્ટર Anant Ambaniએ Reliance નજીક ઉભા કરેલાં પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટરનું Ambani પરિવારની ઉપસ્થિતિમાં Prime Minister Narendra Modiએ ઉદ્ઘાટન કર્યું હતું.
PM Narendra Modi ગત્ શનિવારે સાંજે Jamnagar આવ્યા હતાં અને રાત્રી રોકાણ સર્કીટ હાઉસ ખાતે કર્યું હતું. રવિવારે વહેલી સવારે તેઓ મોટર માર્ગે Jamnagarથી Reliance જવા રવાના થયા હતાં. સવારે 7:00 વાગ્યે PM Narendra Modiનો કાફલો Reliance પહોંચ્યો હતો.
અહીં Relianceના Chairman Mukesh Ambani, શ્રીમતિ Nita Ambani અને Vantaraના પ્રમોટર અને Relianceના યુવા ડાયરેક્ટર Anant Ambani સહિતના મહાનુભાવોએ PM Narendra Modiનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
Reliance કંપની પરિસરમાં Anant Ambani દ્વારા ઉભા કરાયેલાં વૈશ્વિક કક્ષાના પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર #Vantara નું ખાસ કારમાં બેસીને PM Narendra Modiએ નિરીક્ષણ કર્યું હતું. તેઓએ ખૂબ નજીકથી વન્ય પ્રાણીઓને નિહાળ્યાં હતાં.
Reliance સંલગ્ન રાધેક્રિષ્ના ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા Vantaraમાં રેસ્ક્યુ કરીને લવાયેલા વિદેશી મહાકાય વન્ય પ્રાણીઓની કરાતી સારસંભાળ, તબીબી સારવાર સહિતની પ્રવૃત્તિનું PM Narendra Modiએ જીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. Vantaraમાં થતી તમામ પ્રવૃત્તિથી Anant Ambaniએ PM Narendra Modiને વાકેફ કર્યાં હતાં. Anant Ambani અને Mukesh Ambani સમગ્ર Vantara ના પરિભ્રમણ દરમિયાન PM Narendra Modiની સાથે રહ્યાં હતાં.
અહીં આવેલા વિશ્વના સૌથી મોટા હાથી ઘરની પણ PM Narendra Modiએ મુલાકાત લીધી હતી. આ હાથી ઘરમાં નિર્માણ કરાયેલ ખાસ World Class ઓપરેશન થિયેટરમાં પ્રાણીની કરાતી ઓપરેશન સહિતની સારવારનું પણ PM Narendra Modiએ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન Ambani પરિવારની ઉપસ્થિતિમાં PM Narendra Modiએ Vantaraનું વિધીવત ઉદ્ઘાટન કર્યું હતું.
PM Narendra Modiએ આ મુલાકાત દરમિયાન બાળસિંહને બોટલ મારફત દૂધ પિવડાવ્યું હતું અને ખોળામાં લઇ રમાડ્યું હતું. આ ઉપરાંત માછલીને ખોરાક આપ્યો હતો તેમજ અન્ય વન્ય પ્રાણીને પણ ગાજર સહિતનો ખોરાક ખવડાવ્યો હતો.
Vantaraની અંદર રહેતાં અસંખ્ય પ્રાણીઓને દરરોજ અપાતો ખોરાક જ્યાં તૈયાર કરવામાં આવે છે તે હાઇજેનીક કિચનની પણ PM Narendra Modiએ મુલાકાત લીધી હતી. Vantaraના ઉદઘાટન અને મુલાકાત બદલ Ambani પરિવારે PM Narendra Modiનો આભાર માન્યો હતો.