Valsad માં મહાદેવનાં મંદિરે શિવલીંગ પર અભિષેક કરતી વખતે જ ભકત ઢળી પડયા

Share:

Valsad તા.20
કોરોનાકાળ બાદ હાર્ટએટેકનુ પ્રમાણ વધી ગયુ જ છે અને રમતા-નાચતા કે ચાલવા-વાહન ચલાવતા લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે વલસાડમાં મહાદેવનાં મંદિરે શિવલીંગ પર અભિષેક કરતી વખતે જ ભરત ઢળી પડયા હતા. મંદિરમાં જ હાર્ટએટેકથી મોત નીપજતા અરેરાટી પ્રસરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કિશોર પટેલ (62) વલસાડના પારનેરા ડુંગર સ્થિત મહાદેવના મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. જ્યાં શિવજીની આરતી કર્યા બાદ મંદિરના શિવલિંગ પર અભિષેક કરી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ કિશોરભાઈ શિવલિંગની બાજુમાં જ ઢળી પડ્યા. આ સમયે મંદિરમાં હાજર અન્ય ભક્તોએ ઈઙછ આપી કિશોરભાઈનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓનું મોત નીપજ્યું હતુ. 

આજથી બે મહિના પહેલા પણ વલસાડ જિલ્લાના વાપીમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં 12 સપ્ટેમ્બરના રોજ વાપીની રોયલ શેલ્ટર હોટલમાં બે વર્ષની બાળકીની બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પુત્રી સાથે ફોટો પડાવતી વખતે તેની માતા યામિની બારોટ અચાનક ઢળી પડી હતી. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *