વેલેન્ટાઈન વીક ફેબ્રુઆરીમાં 7 થી 14મી સુધી ઉજવવામાં આવે છે. પ્રેમીઓ માટે આ અઠવાડિયું ખૂબ જ ખાસ છે. જેમાં રોઝ ડે થી લઈને વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. આ અવસર પર લોકો દરરોજ તેમના પાર્ટનરને ગીફ્ટ આપે છે. અને તે ક્ષણને ખાસ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. એવામાં જોઈએ કે ગુલાબ જ નહિ પણ આવા સરપ્રાઇઝ આપીને પણ પોતાના પાર્ટનરને ઇમ્પ્રેસ કરી શકાય છે.
એક ખાસ મેસેજ લખો
ફૂલો સાથે એક સુંદર મેસેજ આપવાથી તે વધુ સ્પેશિયલ બને છે. તમે તમારી લાગણીઓને થોડા શબ્દોમાં વ્યક્ત કરી શકો છો. તમે તમારા જીવનસાથી માટે કાવ્યાત્મક શૈલીમાં કંઈક લખી શકો છો અને તમારા જીવનમાં તેની હાજરી કેટલી જરૂરી છે એ વિષે પણ કહી શકો છો. જેને વાંચ્યા પછી તમારા પાર્ટનરના ચહેરા પર સ્મિત આવી જશે.
સાથે સમય વિતાવો
રોઝ ડેને સ્પેશિયલ બનાવવા માટે માત્ર ગુલાબ અને ગિફ્ટ્સ જ નહીં પરંતુ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો પણ જરૂરી છે. સાથે સમય વિતાવવો તમારા સંબંધને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમે રોમેન્ટિક ડિનર માટે કે પછી મનપસંદ કેફેમાં પણ જઈ શકો છો.
સરપ્રાઇઝ પ્લાન કરો
તમે તમારા પાર્ટનરને ગુલાબના ફૂલથી સરપ્રાઈઝ કરી શકો છો. તમે કોઈ નાની ગિફ્ટ અથવા રોમેન્ટિક ડેટપણ પ્લાન કરી શકો છો. જેમાં તમે જ્વેલરી, કસ્ટમાઇઝ્ડ ફોટો ફ્રેમ, કોઈ સારી બુક અથવા તેના શોખને લગતી ગિફ્ટ આપી શકો છો. જો તમારી પાસે સમય હોય તો તમે તમારા પાર્ટનર માટે હાથથી બનાવેલું કાર્ડ પણ તૈયાર કરી શકો છો, જેમાં તમે તમારી લાગણીઓને શબ્દો દ્વારા વ્યક્ત કરી શકો છો.
સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ
જો કોઈ કારણસર તમે આ ખાસ દિવસે તમારા પાર્ટનરને મળવા ન જઈ શકો તો તમે તમારા પાર્ટનર માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકો છો. એક સુંદર ફોટો અથવા વીડિયો પોસ્ટ કરીને, તમે તેમને બતાવી શકો છો કે તેઓ તમારા માટે કેટલા ખાસ છે.