Vadodara,તા.02
વડોદરા હરણી રોડ પર જુના એરપોર્ટ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ગોત્રી સેવાસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. જ્યારે સાત મહિનાથી અપહરણનો ભોગ બનેલી સગીરાને પણ મધ્યપ્રદેશના કોકણવાણી સુધી કાઢી વડોદરા લાવ્યા બાદ તેનું મેડિકલ કરાવીને તેના માતા પિતાને સોંપવામાં આવી હતી. પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વડોદરા શહેરના જુના એરપોર્ટ વિસ્તારમાં રહેતી સગીરાનું ઇલો ઉર્ફે ઈલુ મગન પારગી જાન્યુઆરી મહિનામાં અપહરણ કરી ભગાડી ગયો હતો. જેથી તેના પરિવાર દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી આરોપી અને સગીરાની શોધખોળ કરાઈ રહી હતી. દરમિયાન હરણી પોલીસને બાતમી મળી હતી કે સગીરાનું અપહરણ કરનાર આરોપી ગોત્રી સેવાસી રોડ ઉપર કેનાલ પાસે ચોપડામાં રહે છે. જેથી હરણી પોલીસે બાદમે મુજબના સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરાતા કિશોરી બાબતે કોઈ હકીકત જણાવી ન હતી. જેથી પાણી પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવા માટે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના કાકણવાણી ખાતે પણ રવાના કરાઈ હતી. એ ટીમ દ્વારા સાત મહિનાથી અપહ્યુક્ત કીશોરીને શોધી કાઢી તેને તેના માતા-પિતા સાથે અત્રે હરણી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા બાદ કીશોરીનું મેડીકલ કરાવવાની તજવીજ કરી તથા તેના માતાપિતાને સોપી સોંપી હતી.