Vadodara,તા.04
ગોધરા તાલુકાના ભલાણીયા ગામમાં રહેતા રંગીતસિંહ સાલમસિંહ પરમારનો 31 વર્ષનો પુત્ર મુકેશ મંજુસર પાસે રહીને નોકરી કરતો હતો. રવિવારની રજા હોવાથી રાત્રે તે મંજુસર ગામે ખરીદી કરવા માટે ચાલતા નીકળ્યો હતો. દરમ્યાન વડોદરા સાવલી હાઇવે ઉપર પૂરપાટઝડપે જતી એક કારે અડફેટમાં લેતા મુકેશનું સ્થળ પર મોત નિપજ્યું હતું. બનાવ અંગે મંજુસર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.