Vadodara,
વડોદરાના હીટ એન્ડ રન કેસમાં પોલીસને કાર ચલાવતા રક્ષિત ડ્રગના નશા હેઠળ હતો તે પુરાવા મળ્યા છે અને અકસ્માત બાદ મે નશો કર્યો નથી તેવો દાવો કરનાર રક્ષિત સામે હવે નશો કરીને ડ્રાઈવીંગ-અકસ્માત અને વ્યક્તિના મોત- સાતને ઈજા જેવા ગંભીર અપરાધો બદલ કામ ચાલશે.
પોલીસે રક્ષિતના બ્લડના રેપીડ-ટેસ્ટ કર્યો હતો જેને તે ડ્રગ-લીધી હોવાનું બહાર આવ્યુ છે. શરાબ સિવાય ખાસ કરીને ગુજરાતમાં જે રીતે ડ્રગ લેવાનું પ્રમાણ વધ્યુ છે તેથી ખાસ ડ્રગના રેપીડ ટેસ્ટ માટે જે કીટ મેળવી છે તેનો ઉપયોગ કર્યો છે અને તેના પરથી પ્રાથમીક રીતે જે તે વ્યક્તિએ ડ્રગ લીધુ છે કે કેમ તે તાત્કાલીક નિશ્ચિત થઈ શકે છે.
હવે રશિત ચોરસીયા તેની સાથે કારમાં રહેલા મિત્ર અને અકસ્માત પુર્વે એક મિત્ર સાથે હતો તે ત્રણેયના બ્લડ ટેસ્ટ ફોરેન્સીક લેબને મોકલાયા છે. શરાબ અને ડ્રગના સેવનમાં જે રીતે અપરાધ બને છે તેમાં શરાબના 50 મીલીગ્રામ પણ લોહીમાં મળે તો તે અપરાધ ગણાય છે પણ ડ્રગમાં તેનાથી ઓછી કવોન્ટીટી પણ અપરાધ છે. ડ્રગ માટે 24 કલાકમાં ટેસ્ટ થવો જરૂરી છે.
ડ્રગ ટેસ્ટમાં માથાના વાળ કે નખના ટેસ્ટ પણ ડ્રગની હાજરી પુરવાર કરે છે. ઉપરાંત નબીરા રક્ષિતને એક માસ પુર્વે પણ પોલીસે મિત્રો સાથે પાર્ટી કરતો હતો તે સમયે પાડોશીની ફરિયાદ પરથી ઝડપાયો હતો. જો કે તે સમયે નશાના પુરાવા નહી મળતા ફકત માફીનામુ લખીને જવા દેવાયો હતો.