Vadodara જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં પાંચ ઇંચ વરસાદ

Share:

આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ

Vadodara,તા,03

વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની વધુ એક સિસ્ટમ એક્ટિવ થઈ છે, અને તેના કારણે વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી બાજુ વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વડોદરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વડોદરામાં ચાર દિવસના વિરામ બાદ સોમવારે ફરી આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો, પરંતુ સાંજ બાદ વરસાદે તેનું જોર દેખાડ્યું હતું.

વડોદરા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાવલીમાં 59 મી.મી ,વડોદરામાં 49 મી.મી, પાદરામાં 25મી.મી, ડભોઇમાં 50મી.મી, કરજણમાં 121મી.મી, સિનોરમાં 56 અને ડેસરમાં 87મી.મી વરસાદ નોંધાયો છે. વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ છે. જેના કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે.

જોકે આવતીકાલે યલો એલર્ટ છે, અને ત્યારબાદ તારીખ 5 ના રોજ ગ્રીન એલર્ટ છે. નર્મદાના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના લીધે નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવતા વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના 25 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં વડોદરાના સાવલીમાં 59 મી.મી, વડોદરામાં 49 મી.મી, પાદરામાં 25મી.મી, ડભોઇમાં 50 મી.મી, કરજણમાં 121મી.મી, સિનોરમાં 56 અને ડેસરમાં 87મી.મી વરસાદ નોંધાયો છે. વડોદરામાં આજે ઓરેન્જ એલર્ટ છે. જેના કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે. જોકે, આવતીકાલે (4 સપ્ટેમ્બર) યલો એલર્ટ છે, અને ત્યારબાદ તારીખ 5 ના રોજ ગ્રીન એલર્ટ છે.

નર્મદાના ઉપરવાસમાં ભારે વરસાદ થવાના લીધે નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવતા વડોદરા જિલ્લાના નર્મદા કાંઠાના 25 ગામોને સાવધ કરવામાં આવ્યા છે. સોમવારે સાંજથી આજવા અને પ્રતાપપુરા સરોવરના બંધ કરેલા ગેટ ફરી ખોલવામાં આવ્યા છે. આજે બપોરે 1:30 વાગ્યે આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ હતી, જ્યારે વિશ્વામિત્રીની સપાટી 13.50 ફૂટ નોંધાય હતી. હજી વરસાદની માહોલ જામેલો છે, અને સવારથી ઝરમરિયો વરસાદ ચાલુ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 11.69 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપીના સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 ઈંચ, ડોલવણમાં 6.7 ઈંચ, નડિયાદમાં 6.7 ઈંચ, વાંસદામાં 6.5 ઈંચ અને સુબીરમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે, તાપીના સોનગઢમાં 10 ઇંચ અને વ્યારા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ સરેરાશ 6 ઇંચ કરતા પણ વધારે, જ્યારે સમગ્ર તાપી જિલ્લામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

તાલુકાની વાત કરીએ તો, સુરતના માંગરોળ, ડાંગના વઘઇ, નર્મદાના તિલકવાડા, તાપીના ઉચ્છલ અને ભરૂચ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, તાપીના ડોલવણ, ડાંગના સુબિર, ખેડાના નડિયાદ અને નવસારીના વાંસદા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે, મહીસાગરના લુણાવાડા અને ખેડાના કપડવંજ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફ અને ગોધરા, વડોદરાના કરજણ, સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વર, ડાંગના આહવા, તાપીના વાલોડ, ખેડાના કઠલાલ, મહીસાગરના વિરપુર, અરવલ્લીના બાયડ ઉપરાંત મહેસાણા તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ, રાજ્યના આશરે 22 તાલુકામાં 3 ઇંચથી વધુ, 39 તાલુકામાં 2 ઇંચથી વધુ, 45 તાલુકામાં 1 ઇંચથી વધુ તેમજ 48 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યના કુલ 183 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

નોંધનીય છે કે, આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 125 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 117 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 113 ટકાથી વધુ જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 95 ટકા જેટલો સિઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ

ત્રીજી સપ્ટેમ્બર : છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેેલીમાં ઓરેન્જ એલર્ટ.

ચોથી સપ્ટેમ્બર: ભરૂચ, સુરતમાં રેડ   એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.

પાંચમી સપ્ટેમ્બર : બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *