Vadodara કોર્પોરેશન દ્વારા 1.5 લાખનો વેરો બાકી હોવાથી દુકાન સીલ કરી

Share:

Vadodara,તા.12 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંકને પહોંચી વળવા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર 13 માં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં 1.5 લાખ રૂપિયાથી વધારે વેરો બાકી હોવાથી મિસ્ટર પફ દુકાનને સીલ મારી દીધું છે. જે કોમર્શિયલ મિલકતોનો વેરો બાકી હોય તેને પણ સીલ મારવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 50,000 થી વધારે સીલ મારવામાં આવ્યા છે. જ્યારે 80,000 થી વધુ વોરંટ અને નોટિસો બજાવવામાં આવી છે. રહેણાંક મિલકતોનો પણ વેરો બાકી હોય તો પાણી કનેક્શન કાપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનને 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંકને પહોંચી વળવા હજુ 100 કરોડ વધુ આવક એકત્રિત કરવાની હોવાથી મોટી રકમના જેમના વેરા બાકી છે તેઓના લિસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. સરકારી વેરાની આશરે 15 કરોડની વસુલાત બાકી છે. જોકે આ વેરા ભરવા માટે ગ્રાન્ટ મળતી હોવાથી તેને લગતો પ્રોસેસ ચાલુ હોય છે એટલે 31 માર્ચ સુધીમાં સરકારી વેરાની બાકી વસુલાત થઈ જશે તેમ કોર્પોરેશનના વર્તુળોનું કહેવું છે. અત્યાર સુધીમાં 626 કરોડની વસુલાત થઈ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંબંધિત તમામ અધિકારીઓને બાકી વેરાની સખતાઈથી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *