ઘરેથી નિકળી ગયેલાં વૃદ્ધાને પરિવાર સુધી પહોંચાડતી વડોદરા અભયમની ટીમ

Share:

Vadodara,તા.18

વડોદરાના મકરપુરા બસ સ્ટેશનમાં ગઈકાલથી એક વૃદ્ધા સવારથી બેસી રહેલા હતા તેઓને મદદ પહોચાડવા અનુરોધ કરતા અભયમ રેસ્ક્યું ટીમ બાપોદ સ્થળ પર પહોંચી વૃદ્ધાને સાંત્વના આપી તેમના મોટાં દિકરા પાસે પહોચાડ્યા હતા.

મળતી માહિતી મુજબ અંદાજે 80 વર્ષના વિધવા તેમનાં નાના દીકરા અને વહુ સાથે રહેતા હતાં. પરતું નાના દીકરાની વહુ અવારનવાર ઝગડો કરતા અને ઘર છોડી જવાનું કહેતા કે, ઘર નાનું છે તો અમને મૂશ્કેલી પડે છે જેથી વૃદ્ધા કંટાળીને ઘર છોડી નિકળી ગયા હતા. અભયમ ટીમે તેમને આશ્વાસન આપેલ અને મોટાં દિકરાને ઘર લઇ ગયેલાં. મોટાં દિકરા અને વહુને જણાવેલ કે વૃદ્ધ માતાની સેવા અને કાળજી લેવી તે તમારી ફરજ છે. જેથી તેઓ બનેએ બાને સાથે રાખવા સ્વીકારેલ. અસરકારક કાઉન્સિલીંગથી વૃદ્ધાને મોટાં દિકરા સાથે રાખવામાં આવ્યાં હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *