Vadodaraપાસે વિશ્વામિત્રી નદીમાં મગરે શિકાર કર્યો તે મહિલાનો મૃતદેહ તરી આવ્યો

Share:

વડોદરા નજીક વિશ્વામિત્રી નદીમાં મગરે શિકાર કર્યો તે આધેડ વયની મહિલાનો મૃતદેહ આજે ત્રીજા દિવસે મળી આવ્યો છે.   Vadodara,તા.21

વડોદરા પાસે કામરોલ ગામે બે દિવસ પહેલા સામે કિનારે ચાલ્યા ગયેલા ઢોરને લેવા માટે નદીમાં ઉતરેલી 52 વર્ષીય મેથલીબેન ભીલાલા ને મગર ખેંચી જતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.    

ફાયર બ્રિગેડની સાથે સાથે ફોરેસ્ટ વિભાગ તેમજ ગ્રામજનો સતત શોધખોળમાં લાગ્યા હતા. જે દરમિયાન આજે વહેલી સવારે મહિલાનો મૃતદેહ અડધો કિલોમીટર દૂર મળી આવતા ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢ્યો હતો. ફોરેસ્ટ વિભાગે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *