Morbi,તા.03
મોરબીના હાઉસિંગ બોર્ડમાં ભાડાનું મકાન ખાલી કરતા દાગીના અને રોકડ ભરેલ થેલો ભુલાઈ ગયો હતો અને મકાન ખાલી કર્યા બાદ તે પાડવા માટે મજુરો બોલાવ્યા હતા અને ભાડાના મકાનમાં કબાટમાં ભૂલી ગયેલ રોકડ અને દાગીના ભરેલ થેલાની ચોરી થઇ છે ૩.૨૦ લાખની રોકડ અને ૧૦ લાખથી વધુના દાગીના સહીત ૧૩.૪૦ લાખની મત્તા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હસમુખભાઈ લખમણભાઈ કોઠીયાએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે નવું મકાન બનાવવાનું હોવાથી બે વર્ષ પૂર્વે મકાન સામે કૌશિકભાઈ રાજાનું મકાન આવેલ હતું તે ભાડે રાખ્યું હતું અને નવું મકાન તૈયાર થઇ ગયું હોવાથી ભાડાનું મકાન ખાલી કર્યું હતું કૌશિકભાઈ રાજાને મકાન નવું બનાવવું હોવાથી બહારના મજુરોને પાડવા માટે આપ્યું હતું તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ સાંજ સુધીમાં મકાન ખાલી કર્યું હતું અને તે ભાડાના મકાનમાં ઘરેણાનો અને રૂપિયાનો થેલો કબાટમાં રહી ગયો હતો તા. ૨૬ ફેબ્રુઆરીના રોજ મજુરો મકાન પાડવા માટે આવ્યા હતા અને ફરિયાદીના પત્નીએ વાત કરી કે આપણે મકાન ખાલી કર્યું ત્યારે રોકડ રૂ ૩.૨૦ લાખ અને ઘરેણાનો થેલો ભૂલમાં રહી ગયો છે જેથી બીજા દિવસે તા. ૨૭ ના રોજ સાંજ સુધી અવારનવાર ચેક કરતા રોકડ અને ઘરેણાનો થેલો ક્યાય જોવા મળ્યો ના હતો અને કૌશિકભાઈ રાજાને થેલો ચોરી થયાની વાતચીત કરી હતી
જેનું મકાન મજુરોએ પાડી નાખ્યું હતું અને થેલો ક્યાય મળી આવ્યો ના હતો આમ ભાડાના મકાનના કબાટમાં રાખેલ રોકડ રૂ ૩.૨૦ લાખ અને દાગીનાનો થેલો જેમાં સોનાની વીંટી નંગ ૦૯ આશરે 2 તોલા વજન, એક સોનાનો હાર ત્રણ તોલા, એક સોનાનો પંજો ચાર તોલાનો, નાનું બ્રેસલેટ, ૭ ગ્રામ, એક બ્રેસલેટ બે તોલાનું, સહીત ૧૦,૨૦,૦૦૦ ના દાગીના એમ કુલ રૂપિયા ૧૩,૪૦,૦૦૦ ની મત્તા ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે