POK ખાલી કરી દો કાશ્મીર સમસ્યા ઉકેલાઈ જશે : Jaishankar

Share:

London,તા.06

બ્રિટનની પાંચ દિવસની મુલાકાતે લંડન પહોંચેલા વિદેશમંત્રી  એસ.જયશંકરે કાશ્મીર અંગે એક તડ અને ફડ જેવા વિધાનમાં કાશ્મીર સમસ્યા ઉકેલવા કલમ 370ની નાબુદીને પ્રથમ પગલુ ગણાવ્યુ હતું અને બાદમાં કહ્યું કે ચોરાયેલા કાશ્મીરનો ભાગ જેના પર પાકિસ્તાને કબ્જો કર્યો છે તે પરત આવે તો આ પ્રશ્નનો ઉકેલ આવી જશે.

લંડનના ચૈથમ હાઉસ ખાતે એક ડિપ્લોમેટીક ચર્ચામાં ભાગ લીધા બાદ પાકિસ્તાની પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા શ્રી જયશંકરે કહ્યું કે પીઓકે ખાલી કરી દો સમસ્યા ઉકેલાઈ જશે. ભારતે કાશ્મીરમાં સારુ કામ કર્યુ છે.

મોટાભાગના મુદાઓના હલ કરવાની કામગીરી કરી છે અને તેમાં કલમ 360 હટાવવી તે પ્રથમ કદમ હતું અને ત્યારબાદ વિકાસ અને આર્થિક ગતિવિધિ અને સામાજીક ન્યાય પુન: સ્થાપીત કરવો આ બીજુ પગલુ હતુ જેના પરિણામે કાશ્મીરમાં ચુંટણી સમયે મોટી સંખ્યામાં મતદાન થયું હતું,

હવે ત્રીજુ કદમ અમો જેની રાહ જોઈએ છીએ તે કાશ્મીરના ‘ચોરાયેલ’ ભાગને પરત કરવામાં આવે તેની રાહ જોઈએ છીએ જે પાકિસ્તાનના ગેરકાનુની કબ્જામાં છે જયારે તે થઈ જશે તો હું ખાતરી આપુ છું કે કાશ્મીર સમસ્યાનો ઉકેલ આવી જશે.

શ્રી જયશંકરનું પાક કબ્જાના કાશ્મીર પર આ વિધાન પાક માટે ભારે ચિંતા કરાવનારુ બની રહેશે. શ્રી જયશંકરે કહ્યું કે, પાક કબ્જાનું કાશ્મીર પરત મળે તે અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *