Iran Israel ને આજે જ હચમચાવે તેવા સંકેત, નવા યુદ્ધના ભણકારાં વચ્ચે અમેરિકાએ સાથીઓને ચેતવ્યાં

Share:

Iran,તા.05

વિશ્વ સામે ફરી એકવાર મોટા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાન અને હિઝબુલ્લાહ આજે એટલે કે સોમવારે ઈઝરાયેલ પર ભયાનક હુમલો કરી શકે છે. અમેરિકાએ આ મામલે G7 દેશોને પણ ચેતવણી આપી છે. એવી પણ ચર્ચા છે કે ઈરાન હુમલો કરે તે પહેલા ઈઝરાયેલ હુમલાને રોકવા માટે ઈરાન પર હુમલો કરીને તેને હચમચાવી શકે છે.

અમેરિકાએ સાથીઓને ચેતવ્યાં 

એક રિપોર્ટ અનુસાર, અમેરિકાના વિદેશમંત્રી ટોની બ્લિંકને G7 દેશોને કહ્યું છે કે ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલ સામે સોમવારે હુમલો કરી શકે છે. બ્લિંકને ઈરાન અને હિઝબુલ્લાહ પર દબાણ વધારવા માટે અમેરિકાના નજીકના સહયોગીઓ સાથે કોન્ફરન્સ કૉલ યોજ્યો હતો જેથી જવાબી હુમલાની તીવ્રતા ઘટાડી શકાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે હુમલાની અસરને મર્યાદિત કરવી એ યુદ્ધને રોકવાની શ્રેષ્ઠ તક છે.

અમેરિકાએ કર્યો મોટો દાવો 

રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી દાવો કરાયો છે કે બ્લિંકનના મતે અમેરિકાને હુમલાનો ચોક્કસ સમય ખબર નથી, પરંતુ ઈરાન આગામી 24 થી 48 કલાકમાં હુમલા કરે તેવી શક્યતા હોવાનો દાવો કરાયો છે. અન્ય એક અહેવાલ અનુસાર જો ઈઝરાયેલ ભાળી જશે કે ઈરાન હુમલો કરવાની તૈયારીમાં જ છે તો ઈઝરાયલ ઈરાન પર સામેથી જ હુમલાની શરૂઆત કરી દેશે.

ઈઝરાયલમાં બેઠકોનો દોર 

અગાઉ રવિવારે સાંજે જ વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ઈઝરાયેલના સુરક્ષા વડા સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટ, IDF ચીફ લેફ્ટનન્ટ જનરલ હેરઝી હલેવી, મોસાદ ચીફ ડેવિડ બાર્ને અને શિન બેટ ચીફ રોનેન બાર હાજર હતા.

હમાસના વડા હાનિયાની તેહરાન કરી હતી હત્યા 

તાજેતરમાં જ ઈરાનની રાજધાની તેહરાનમાં થયેલા હુમલામાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનું મોત થયું હતું. તેમની હત્યા પાછળ ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કરાયો હતો. જોકે, આ અંગે ઈઝરાયેલના અધિકારીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *