US માં ૧૩ વર્ષની છોકરી સાથે સેક્સની લાલચમાં ફસાયો ગુજરાતી યુવક

Share:

અમેરિકામાં ૧૩ વર્ષની છોકરીને જાતીય પ્રવૃતિ માટે લલચાવવાનો પ્રયાસ ગુજરાતી યુવકને ભારે પડી ગયો

Washington, તા.૨૦

અમેરિકામાં ૧૩ વર્ષની છોકરીને જાતીય પ્રવૃતિ માટે લલચાવવાનો પ્રયાસ ગુજરાતી યુવકને ભારે પડી ગયો. અમેરિકી સત્તાવાળાઓ દ્વારા સગીર છોકરીને શારીરિક સંબંધ બાંધવા માટે બોલાવવા બદલ યુવકને દોષી ઠેરવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત જુલાઈમાં અમેરિકામાં ગુજરાતી યુવક કિર્તન પટેલ (૨૪ વર્ષ)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે તેણે એક સગીર છોકરીને લલચાવીને જાતીય પ્રવૃત્તિમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેણી સાથે શારીરિક સંબંધ બાંધવાના હેતુથી તેણીને એક જગ્યાએ મળવા બોલાવી હતી. આ દરમિયાન અમેરિકન પોલીસે તેની ધરપકડ કરી હતી.કિર્તન પટેલે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. એવું માનવામાં આવે છે કે તેણે ૧૩ વર્ષની છોકરીને ઈન્ટરનેટ પર તેની સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવા માટે ફસાવી હતી. એવું પણ બહાર આવ્યું હતું કે કિર્તનની ધરપકડ સ્ટિંગ ઓપરેશન દ્વારા કરવામાં આવી હતી, અને તે વ્યક્તિ જેને તે ૧૩ વર્ષની છોકરી માનતો હતો તે ખરેખર હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન ટીમનો અધિકારી હતો.પોતાનો ગુનો કબૂલ કરતી વખતે કિર્તન પટેલે સ્વીકાર્યું કે તેણે ૨૨ મેથી ૨૪ મે, ૨૦૨૪ વચ્ચે ઇન્ટરનેટ પર એક વ્યક્તિ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેને લાગ્યું કે તે જેની સાથે વાત કરી રહ્યો છે તે એક છોકરી છે અને તેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે. પરંતુ તેમ છતાં તેણે તેણીને મનાવી અને સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવા દબાણ કર્યું. જો કે, સામેનો વ્યક્તિ હોમલેન્ડ સિક્યોરિટી ઈન્વેસ્ટિગેશન ટીમનો સ્પેશિયલ એજન્ટ હતો, જેણે ઈન્ટરનેટ પર ૧૩ વર્ષની છોકરી તરીકે પોતાની ઓળખ આપી હતી.યુએસ એટર્ની રોજર બી. હેન્ડબર્ગે જણાવ્યું હતું કે ફ્લોરિડામાં રહેતો કિર્તન પટેલ છોકરી સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી કરવાના હેતુથી જતો હતો ત્યારે રસ્તામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમના મતે પટેલને હવે ઓછામાં ઓછા ૧૦ વર્ષથી વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે. હાલમાં તે જેલમાં છે અને ટૂંક સમયમાં તેને સજા સંભળાવવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *