લીક થયેલો વીડિયો ‘ઘુસપૈઠિયા’ની જ એક ક્લિપ છે, ૯ ઓગસ્ટે રિલીઝ પહેલાં ફિલ્મને ચર્ચામાં રાખવાનો નુસખો હોઈ શકે
Mumbai, તા.૩૦
ઉર્વશી રૌતેલાની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. ફિલ્મોની સરખામણીએ મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે વધુ ચર્ચામાં રહેતી ઉર્વશીની આગામી ફિલ્મે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવેલી છે. પાછલા અઠવાડિયે ઉર્વશીનો એક પર્સનલ વીડિયો ઓનલાઈન ફરતો થયો હતો. કોઈએ ઉર્વશીનો એમએમએસ બનાવીને લીક કર્યો હોવાનું કહેવાતું હતું. આ મામલે ઉર્વશીએ જાહેરમાં ગુસ્સો ઠાલવ્યો હતો. તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘ઘુસપૈઠિયા’નું ટ્રેલર લોન્ચ થયુ હતું. આ પ્રસંગે ઉર્વશી અને ટીમ તરફથી ખુલાસો થયો હતો કે, લીક થયેલો વીડિયો તેની આગામી ફિલ્મનો જ એક ભાગ હતો. જેના કારણે ફિલ્મના પ્રમોશન માટે જાણી જોઈને આ વીડિયો લીક કરાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉર્વશીની આગામી ફિલ્મ ‘ઘુસપૈઠિયા’ ૯ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. તેમાં વિનીત કુમાર સિંહ અને ઉર્વશી રાઉતેલાએ પતિ-પત્નીનો રોલ કર્યો છે, જ્યારે અક્ષય ઓબેરોય વિલનના રોલાં છે. સોશિયલ મીડિયાના કારણે પતિ-પત્નીના જીવનમાં આવેલી બરબાદીને આ ફિલ્મમાં રજૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઉર્વશીનો બાથરૂમમાં ન્હાતો વીડિયો વાઈરલ થયો હતો. ઉર્વશીનો આ વીડિયો ‘ઘુસપૈઠિયા’નો જ એક સીન છે, પરંતુ પોતે ફિલ્મના પ્રમોશન માટે તેને લીક કર્યો હોવાનું ઉર્વશીએ નકાર્યું છે. ઉર્વશીએ જણાવ્યુ હતું કે, ફિલ્મની રિલીઝ પહેલાં જ આ પ્રકારે વીડિયો લીક થઈ જવાની ઘટના આઘાતજનક છે. ફિલ્મની ટીમ તરફથી જાણી જોઈને વીડિયો લીક કરાયો ન હતો અને વીડિયોની મદદથી ફિલ્મનું પ્રમોશન કરવાનો કોઈ ઈરાદો પણ ન હતો. આ સમગ્ર ફિલ્મ એક વીડિયો કરતાં વધારે આગળની વાત કરે છે અને તેમાં સોશિયલ મીડિયાના દૂષણો દર્શાવાયાં છે.