ઉર્વશી રૌતેલા અને નંદામુરી બાલાક્રિષ્નાની ફિલ્મ ‘ડાકુ મહારાજ’ ૧૨ જાન્યુઆરીએ રિલીઝ થઈ છે
Mumbai, તા.૨૦
ઉર્વશી રૌતેલા અને નંદામુરી બાલાક્રિષ્નાની ફિલ્મ ‘ડાકુ મહારાજ’ ૧૨ જાન્યારીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર તો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, આ ફિલ્મના એક ગીત ‘દબિડી દિબિડી’ જ્યારથી રિલીઝ થયું ત્યારથી તેની કોરિયોગ્રાફી માટે મેકર્સને ઘણી ટિકાનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં ઉર્વશી અને નંદામુરી આ ગીતનો હૂક સ્ટેપ કરતા જોવા મળ્યા. જેના પ્રતિસાદમાં સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે ઉર્વશીને આ એકશનમાં મુશ્કેલી પડતી હતી. આ ફિલ્મમાં ઉર્વશી પણ નંદામુરી બાલાક્રિશ્ના સાથે જોવા મળે છે. આ કોરિયોગ્રાફીના વિવાદ બાબતે તાજેતરમાં ઉર્વશીએ જવાબ આપ્યો છે અને તેણે આ ગીતને કળાની ઉજવણી ગણાવ્યું હતું. ઉર્વશીએ પોતાનો નંદુરી સાથે ડાન્સ કરવાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેણે કહ્યું, “સફળતાની સાથે ટીકા પણ આવવાની જ છે અને હું સમજું છું કે ચર્ચા અને અલગ અલગ પ્રતિભાવો પણ સફરનો એક ભાગ છે. જો હું નંદામુરી ગારુ પ્રત્યે મને બહુ માન છે, કોઈ પણ પર્ફોર્મન્સનો એક દૃષ્ટિકોણ હોય છે, તેમાં અલગ અલગ મત હોઈ શકે છે. તેમના જેવા લીજેન્ડ સાથે કામ કરવું એ જ મારા માટે ગૌરવની વાત છે પરંતુ તેમની સાથે કામ કરવામાં અમે બંને એકબીજા માટે માન અને કામ માટે પેશન સાથે કામ કરતા હતા.”ઉર્વશીએ આગળ કહ્યું, “નંદામુરી સર સાથે મારો ડાન્સ માત્ર પર્ફોર્મન્સ નહોતું એ કલાની ઉજવણી હતી, એ મહેનત અને કલા માટેનું માન હતું. તેમની સાથે કામ કરવું એ મારા માટે સપનું સાચુ થવા જેવી વાત હતી. દરેક પગલું અને દરેક એક્શન સાથે મળીને કશુંક સુંદર બનાવવા માટે જ હતું.” અત્યાર સુધીમાં આ ફિલ્મે ૫૦.૧૫ કરોડની કમાણી કરી છે. તેમા બૉબી દેઓલ, ચાંદની ચૌધરી, શ્રદ્ધા શ્રીનાથ અને પ્રગ્યા જયસ્વાલ પણ મહત્વના રોલમાં છે.