Upleta ની એનિમલ હોસ્ટેલમાં બે વાછરડીઓનું મારણ કરનાર દીપડો પંજેરે પુરાયો

Share:

Upleta તા.૧૮

     ઉપલેટામાં છેલ્લા એક અઠવાડિયાથી આતંક મચાવનાર અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવનાર દિપડો અંતે પાંજરે પુરાયો હોવાનું સામે આવ્યું છે. અહિયાં છેલ્લા એક અઠવાડિયાથી આતંક મચાવી અને પશુનું મારણ કરનાર દીપડાને પકડી પાડવા માટે ફોરેસ્ટ વિભાગે બે અલગ-અલગ પાંજરા મૂક્યા હતા જેમાં એક પાંજરાની અંદર વહેલી સવારે દીપડો પુરાઈ જતા ગૌશાળાના સંચાલકો તેમજ આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જે બાદ આ દીપડાનો કબજો ફોરેસ્ટ વિભાગે મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઈ માકડીયા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર આવેલ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલી ગાયો પૈકીની બે વાછળીઓનું છેલ્લા એક અઠવાડિયામાં મારણ થયું હોવાનું સામે આવ્યું હતું જેમાં આ મારણ દીપડા દ્વારા કરવામાં આવ્યું હોવાની માહિતીઓ સામે આવી હતી જે બાદ ઉપલેટા નગરપાલિકા સંચાલિત ગૌશાળાના સંચાલકોમાં અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આ અંગેની જાણ સ્થાનિક ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટ વિભાગ તુરંત જ હરકતમાં આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે ઉપલેટાના ફોરેસ્ટ ઓફિસર બ્રિજેશ બારૈયા દ્વારા જણાવ્યું હતું કે, ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં રહેલી બે વાછડીયોનું દીપડા દ્વારા અલગ-અલગ દિવસોમાં મારણ કર્યા અંગેની જાણ ઉપલેટા ફોરેસ્ટ વિભાગને થતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તુરંત હરકતમાં આવી આ મામલાને ગંભીરતાથી લઈ એક સાથે બે પાંજરા અલગ-અલગ જગ્યા ઉપર મૂકી આતંક મચાવનાર દીપડાને ઝડપી લેવા માટે અને પાંજરે પુરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી હતી અને અંતે આ દીપડાને પાંજરે પુરી લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *