Babra,તા,11
હાલ દેશભરમાં ભાજપ સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના બાબરા પંથકમા ગ્રામ પંચાયતોમા કામ કરતા કમ્પ્યુટર ઓપરેટરો ભાજપના સભ્ય તો બન્યા પરંતુ પોતાની ઓળખ પગાર વિહોણા VCE તરીકે આપી અનોખો વિરોધ કર્યો છે.
જાણો શું મામલો
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામ પંચાયતોના VCE ઓપરેટરો ભાજપના સદસ્ય બનીને પગાર વિહોણા VCE તરીકેની ઓળખ આપી નવતર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વર્ષોથી વિવિધ માંગણીઓ લઈને VCE દ્વારા આંદોલનો કર્યા પણ સરકાર દ્વારા હંમેશા હૈયા ધરપત આપીને VCEની માંગણીઓ ધ્યાને લીધી ના હોય. ત્યારે ભાજપના સદસ્યતા અભિયાનનો હિસ્સો બનીને ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપતા VCE દ્વારા નવતર પ્રકારનો વિરોધ દર્શાવીને સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.બાબરા તાલુકા પંચાયત નીચેના સમઢિયાળા, ઉંટવડ, ત્રંબોડા, ગમા પી૫ળિયા, ઈસા૫ર, મોટા દેવળીયા અને પીર ખીજડિયા સહિતના VCE દ્વારા ભાજપની સભ્ય નોંધણીમાં સરકારની આંખ ઉઘાડતો નવતર પ્રયાસ કર્યો છે. ભાજપના કાર્યકર્તા હોવા છતાં સરકારની આંખ ઉઘડે અને કમ્પ્યુટર ઓપરેટર તરીકે સેવા આપીને ગુજરાન ચલાવતા VCE દ્વારા વર્ગ 4ના કર્મી તરીકે પણ સમાવેશ કરે તેવી લાગણી સાથે માંગ કરી છે.