Udaipur Babal મામલે તંત્રની આ કેવી કાર્યવાહી? આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું?

Share:

Udaipur,તા.17

ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલિ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, તંત્ર દ્વારા આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે.

આરોપીના ગેરકાયદેસર ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું

ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં આરોપીના ખાંજીપીરની દીવાનશાહ કોલોનીમાં આવેલા ગેરકાયદેસર ઘર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યું છે. આ દરમિયાન બુલડોઝર ચલાવતી વખતે પોલીસને સાથે રાખીને તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આરોપીનો પરિવાર આ ઘરમાં ભાડેથી રહેતા હતા.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની હાલત હજુ નાજુક

ચાકુબાજીમાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીની હાલત હજુ નાજુક છે, ત્યારે ડોક્ટરની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. જે હોસ્પિટલમાં વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે ત્યાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

શું હતી આખી ઘટના

મળતી માહિતી પ્રમાણે, સમગ્ર ઘટના ગત શુક્રવારની (16 ઓગસ્ટ) સવાર ઘટી હતી. જ્યારે થોડા દિવસો પહેલા બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ગઈ કાલે એક વિદ્યાર્થી તેની કોલેજ બેગમાં ચાકુ લઈને આવીને અન્ય બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. આ પછી ક્લાસરૂમમાં અવાજ થતાં સ્કૂલ સ્ટાફને સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી. જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાને લઈને ટોળાએ વાહનોમાં આગ ચાંપી

સમગ્ર ઘટનાની જાણકારી લોકોને થવાની સાથે મોટી સંખ્યામાં ટોળુ રસ્તા પર ઉતરી આવીને બહાર પાર્ક કરેલા વાહનો પર પથ્થરમારો કરવાનું શરુ કરી દીધું હતું. આ ઉપરાંત, ટોળાએ કેટલાક વાહનોમાં આગ પણ લગાવી હતી. આ પછી શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી. તેવામાં સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ આવીને સ્થિતિ કાબુમાં કરી લેવામાં આવી હતી. બીજી તરફ, સુરક્ષાની ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા શુક્રવાર રાતના 10 વાગ્યાથી શનિવાર રાતના 10 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જિલ્લામાં 163 કલમ લાગુ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *