New Delhi,તા.25
દેશમાં દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ એ જીવતદાન પણ પુરવાર થઈ શકે છે. કમનસીબે ગુજરાતમાં જ તેના અમલ માટે જાગૃતિ નથી અને સરકાર પણ કોઈ ઈવેન્ટની જેમ વર્ષમાં એક-બે વખત હેલ્મેટ ડ્રાઈવ ચલાવીને સંતોષ માને છે.
હાલમાં જ કેરળની ક્રિશ્ચીયન મેડીકલ કોલેજ વેલ્લોર એ કરેલા એક સર્વે મુજબ દ્વીચક્રી અકસ્માતમાં વાહનમાં પ્રવાસ કરનારને માથાની ઈજા થવાની સંભાવના સૌથી વધુ હોય છે અને તે શકયતા 70% વધી જાય છે. હેલ્મેટ પહેરનારને માથાના ઈજાની શકયતા 15% જ રહે છે.
માર્ચ 2013થી સપ્ટે. 2019ના સમયગાળામાં વેલ્લોરની તથા અન્ય ઓર્થોપેડીક ટ્રુમા હોસ્પીટલમાં દ્વીચક્રી વાહનોને થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તો કે મૃતકોના શરીરની ઈજાનો અભ્યાસ કરાયા બાદ આ પ્રકારનું તારણ આપવામાં આવ્યું હતું.
જયાં ભારતમાં 2023માં જે માર્ગ અકસ્માત થયા તેમાં ટુવ્હીલર ચલાવતા 77539 લોકોના મૃત્યુ થયા જે અકસ્માતમાં કુલ મૃત્યુના 45% હતા અને આ પ્રમાણ વધતુ જાય છે. આ પ્રકારના અકસ્માતમાં જેઓને ગંભીર ઈજા થઈ હતી તેમાં 3172 લોકો જેમાં ટ્રુમા સેન્ટરમાં દાખલ કરવાની ફરજ પડી હતી જે મલ્ટીપલ ઈજા દર્શાવતા હતા તેમાં પણ ફકત 13 લોકોએ હેલ્મેટ પહેરી હતી. જો કે ત્રીજા ભાગના શરાબની અસર હેઠળ હતા તે પણ નોંધાયુ છે.
બ્રિટનની કેમ્બ્રીજ યુનિ.ના રીસર્ચર દ્વારા તૈયાર કરાયેલ એક અભ્યાસ પેપર જે સીએમસી ન્યુરોલોજીકલ સામાન્ય ડિપાર્ટમેન્ટ, યુનિવર્સીટી ઓફ એથેન્સ વિ.ના અભ્યાસનો પણ સમાવેશ કરાયો જેમાં જણાવાયુ કે ઓછી ઈજા કોઈ વખત પડી જવાથી થાય છે તો રાહદારી અને ટુ વ્હીલર વચ્ચેના અકસ્માતમાં થોડી વધુ ઈજા થવાનો સંભવ છે.
ખાસ કરીને ઓછી કે મધ્યમ આવક ધરાવતા દેશોમાં આ પ્રકારે માર્ગોની ખરાબ હાલત, ટ્રાફિક સેન્સનો અભાવ, વધુ પડતા ગીચ માર્ગો અને તેમાં હેલ્મેટ વગરનું ડ્રાઈવીંગ એ ઈજા વધારે છે.