Rajkot,તા.18
શાપર-વેરાવળમાં આવેલી આનંદ સોસાયટીમાં રહેતા અને નોનવેજની દુકાન ચલાવતા સેજાઝ ઈસુબભાઈ હિંગોરા (ઉ.૨૫) મામદેવના મંદિર પાસે હતો ત્યારે મુકેશ ધીરુ માલકીયા, દિલીપ ભરત રાઠોડ, મિલન રમેશ રાઠોડ અને રાજેશ ભનુ ડાભીએ શહેજાદ હિંગોરાને છરીના ઘા ઝીંકી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. શાપર-વેરાવળ પોલીસે રાજકોટના મવડી ચોકડી સોમનાથ સોસાયટીમાં રહેતા સાગર ભીખુ સોલંકીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમા મૃતક શહેજાદ હિંગોરાના ભાઈ અલ્તાફ સાથે નોનવેજની દુકાન ચલાવે છે. તેના મિત્રના પરિવારની મહિલાને શાપર-વેરાવળમાં રહેતા મુકેશના પરિવારની મહિલાઓ સાથે ઝઘડો થયો હતો. બે પરિવારની મહિલાઓ વચ્ચે થયેલા ઝઘડામાં મિત્રતાના દાવે સમાધાન માટે ગયો હતો. આ બંને પરિવાર વચ્ચેના ઝઘડામાં કારણ વગર શહેજાદ હિંગોરા વચ્ચે પડતા તેને મોત મળ્યું હતું. હાલ જેલ હવાલે રહેલા આરોપી મુકેશ ધીરૂભાઈ માલકીયા અને રાજેશ ભનુભાઈ ડાભીએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી. જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ગોંડલની અદાલતે આરોપી મુકેશ માલકીયા અને રાજેશ ડાભીને જામીન પર છોડવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના બચાવ પક્ષે સૌરાષ્ટ્રના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ પટેલ, કલ્પેશ નસીત નેમિસ જોશી, અનિતા રાજવંશી અને આસિસ્ટન્ટ ઈશા કણજારીયા રોકાયા હતા.