Salman માટે બે કલાકની ઊંઘ પૂરતી, મહિને એક વાર ૭-૮ કલાક ઊંઘે છે

Share:

હું થાકી ગયો છું, તેમ કહેવાના બદલે ખૂબ કામ કરવું જોઈએ, જેથી આપોઆપ ઊંઘ આવી જાય

Mumbai, તા.૧૧

ઉંમરના છ દસકા નજીક પહોંચેલા સલમાન ખાનની ફિટનેસ અને એનર્જી યુવાનોને ટક્કર આપે તેવી છે. જિમ અને ચુસ્ત ડાયેટના આગ્રહી સલમાન ખાનને સતત કામમાં વ્યસ્ત રહેવાનું ગમે છે. સલમાન ખાને પોતાના પ્રથમ પોડકાસ્ટમાં દાવો કર્યો હતો કે, તેઓ રોજ માત્ર બે કલાક જ ઉંઘે છે. કોઈ કામ બાકી ન રહ્યું ત્યારે જ ઊંઘ આવે છે.  ભત્રીજા અરહાન ખાનના પોડકાસ્ટ ‘ડમ્બ બિરિયાની’માં સલમાને અરહાન અને તેના મિત્રોને સતત ઉત્સાહમાં રહેવા અને સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. દિવસ ભર કામ માટેનો ઉત્સાહ જાળવી રાખવા પોતે શું કરે છ તે અંગે સલમાન કહ્યું હતું કે, કોઈ કામ કરવાનું ન હોય ત્યારે જ ઊંઘવાનું પસંદ કરે છે. મહિને એકાદ વખત ૭-૮ કલાકની ઊંઘ મળે છે. શૂટ દરમિયાન થોડો બ્રેક મળ્યો હોત તો કેટલીક મિનિટો ઊંઘ ખેંચી લે છે. પોતે જેલમાં હતો ત્યારે ખૂબ સારી ઊંઘ આવી હોવાનું સલમાન કહે છે. એરક્રાફ્ટમાં તકલીફ સર્જાી ત્યારે પણ ઊંઘી ગયો હતો, કારણ કે આ સમયે સલમાન પાસે કોઈ કામ કરવાનું ન હતું.  અરહાન અને તેના મિત્રોને સતત કામમાં વ્યસ્ત રહેવાની સલાહ આપતાં કહ્યું હતું કે, સ્પોટ્‌ર્સમાં શરીરને થકવી નાખો. થાક લાગે એટલે પેઈન્ટિંગ શરૂ કરો અને ચહેરા પર થાક નહીં લાગે. આ રીતે સતત કામમાં વ્યસ્ત રહી શકાય છે. અત્યારે ઉત્સાહ ઘટી રહ્યો છે હોવાથી જ આળસ આવે છે. ઉત્સાહ જતો રહે તો માણસની ઉંમર વધવા લાગે છે અને આવું ક્યારેય થવા દેવું જોઈએ નહીં. હું થાકી ગયો છું કે મને ઊંઘ નથી આવતી કહેવાના બદલે શરીરને ખૂબ થકવી નાખવું જોઈએ, જેથી તરત ઊંઘ આવી જાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *