Amreli,તા.01
અમરેલી જિલ્લામાં બાળકોને શાળાએ મોકલવા કે નહિ? તે અંગે અમુક નરાધમ શિક્ષકોએ વાલીઓને તે અંગે વિચારતા કરી દીધા છે. વિદ્યાના ધામમાં શિક્ષકોની કલંકિત હરકતોને કારણે વાલીઓ ચિંતામાં મુકાયાછે. સાવરકુંડલામાં વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યની ઘટના બાદ આજે અમરેલીમાં એક શિક્ષકે લંપટાઈ દેખાડી છે. ધો. 4માં અભ્યાસ કરતી બે માસુમ બાળકી પર શિક્ષક દ્વારા શારીરિક અડપલાં કરી દુષ્ક્રમ આચર્યાની ફરિયાદ નોંધાતા શિક્ષણ જગતને વધુ એક વકત લાંછન લાગ્યું છે.
અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી વધુ એક નરાધમ શિક્ષકની કરતૂત સામે આવી છે. અમરેલીમાં આવેલી સરકારી શાળામાં અભ્યાસ કરતી માત્ર 9- 10 વર્ષની બાળકી પર શિક્ષકે નજર બગાડી હતી. લંપટ શિક્ષક મહેન્દ્ર પટેલ આઠ દિવસથી અવારન વાર પોતાની ઓફિસમાં બોલાવી માસુમ બાળકીઓ સાથે શરિરિક અડપલાં કરી તેમની સાથે પાશવી દુષ્કૃત્ય પણ પણ આચરતો હતો. આખરે જઘન્ય બનાવને લઈને ભોગ બનનાર એક બાળકી દ્વારા પરિવારજનોને વાત કરવામાં આવતા હેબતાઈ ગયા હતાંતેમણે સંતાઈને શાળામાં જઈને ચેક કરતા દીકરી શિક્ષકના રૂમમાંથી મળી આવી હતી. આ બાદ શિક્ષકને રંગે હાથે પકડી પાડવામાં આવ્યો હતો. અને લોકોના ટોળાએ તેને પોલીસને હવાલે કર્યો હતો. આ નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠીયા માસુમ વિદ્યાર્થિનીઓને ઉધરસની દવાના બહાને દારૂ પીવડાવી દુષ્કૃત્ય આચરતો હોવાનો ભોગ બનનાર બાળકીના પિતાએ આરોપ લગાવ્યો હતો. અને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, મૂળ વડિયા તાલુાકના નવા ઉજળા ગામનો નરાધમ શિક્ષક મહેન્દ્ર પટેલ બેવર્ષથી અહીં સરકારી શાળામાં ફરજ બજાવતો હતો. જયાં ધો. 1 થી ૫નાં માત્ર 17 બાળકો જ અભ્યાસ કરે છે. અને પ્રિન્સિપાલ રજા પર હોવાને કારણે શિક્ષક એકલો હતો. જેના કારણે તે ફાયદો ઉઠાવી પાશવી કૃત્ય આચરી રહ્યો હતો. આ ઘટનાને લઈને ચકચાર મચી હતી. આ પહેલા સાવરકુંડલાના વંડાની બિલખિયા સ્કૂલમાં શિક્ષકની કરતૂત બાદ વધુ એક બનાવને પગલે શિક્ષમ જગતમાં લાંછન લાગ્યું છે.
અમરેલીની સરકારી શાળાનો નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠીયા માસુમ વિદ્યાર્થિનીઓને ઉધરસની દવાના બહાને દારૂ પીવડાવીને શારીરિક અડપલાથી લઈને દુષ્કર્મ ગુજારવા જેવું જઘન્ય કૃત્ય આચરતો હોવાનો પણ પીડિત બાળકીના વાલીએ ગંભીર આક્ષેપ કર્યો છે. જો કે, આ મામલે પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી.