Morbi,તા.08
ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ પરથી ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દારૂ-બીયર અને કાર સહીત ૭.૩૯ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે કાળા કલરની ક્રેટા કાર નેકનામ જોધપર ગામ તરફથી આવવાની છે જે કારમાં દારૂ અને બીયરનો જથ્થો ભરેલ છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને કારને રોકી તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ ૩૧૮ કીમત રૂ ૧,૨૪,૩૬૨ અને બીયર નંગ ૪૮ કીમત રૂ ૫૫૬૨ મળી આવતા દારૂ-બીયર અને કાર તેમજ 2 મોબાઈલ સહીત કુલ રૂ ૭,૩૯,૯૩૦ નો મુદામાલ કબજે લીધો હતો
તેમજ કારમાં સવાર આરોપીઓ ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા રહે મેઘપર ઝાલા તા. ટંકારા અને કુલદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા રહે જોધપર ઝાલા તા. ટંકારા એમ બે ઇસમોને ઝડપી લીધા છે અન્ય આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે અગાભી પીપળીયા તા. વાંકાનેર વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે