Tusshar Kapoor નું ‘દસ જૂન કી રાત’ સાથે ઓટીટી ડેબ્યુ

Share:

પ્રિયંકા ચહર ચૌધરી એકતા કપુરની વેબ સિરીઝ ‘દસ જૂન કી રાત’ સાથે ઓટીટી પર ટૂંક સમયમાં ડેબ્યુ કરી રહી છે

Mumbai, તા.૩૦

પ્રિયંકા ચહર ચૌધરી એકતા કપુરની વેબ સિરીઝ ‘દસ જૂન કી રાત’ સાથે ઓટીટી પર ટૂંક સમયમાં ડેબ્યુ કરી રહી છે. ટીવી પર ‘ઉડારીયાં’ સિરીયલમાં તેજોના પાત્રથી તે ઘર ઘરમાં જાણીતી બની ગઈ હતી. ત્યાર બાદ તેણે વિવાદાસ્પદ રિયાલિટી શો બિગબોસ ૧૬માં ભાગ લઈને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું હતું. હવે તેની પહેલી ઓટીટી વેબ સિરીઝનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે. જેમાં તે તુષાર કપુર સાથે જોવા મળશે. જિઓ સિનેમા પર આવનારી આ સિરીઝમાં રાણીગંજ ગામની વાત છે, આ એક કોમેડી થ્રિલર સિરીઝ છે. જેમાં ભાગ્યેશનો રોલ કરતો તુષાર કપુર, જે ગામમાં પનોતી તરીકે ઓળખાય છે. કારણ કે, તેના પિતાનું અવસાન થયું એ જ દિવસે એનો જન્મ થયો હતો. તેના કમનસીબને કારણે જ તેના પિતાનું એક સિંગલ સ્ક્રીન થિએટર બંધ થઈ ગયું. ભાગ્યેશ હવે તેને ફરી શરૂ કરવાના સપના જુએ છે, જેની સફર હાસ્યથી અને અજાણ્યા વળાંકોથી ભરપુર છે, ખાસ તો તેના જીવનની ગાડી પલટી ખાય છે, જ્યારે તે એક ડેડ બૉડી જુએ છે. આ સિરીઝમાં પ્રિયંકા તુષારની ગર્લળેન્ડનો રોલ કરે છે.  એકતા કપુર તેમજ સચિન મોહિતે આ સિરીઝના કો પ્રોડ્યુસર છે. આ સિરીઝમાં તુષાર અને પ્રિયંકા પહેલી વખત સાથે કામ કરશે. જિઓ સિનેમા દ્વારા આ સિરીઝનું પોસ્ટર જાહેર કરીને તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. જે પોસ્ટમાં લખ્યું હતું,“બધા પર શનિ ભારે પડવાનો છે, દસ જૂનની રાત્રે, ૪ જૂનથી સ્ટ્રિમિંગ થશે.” આ સિરીઝ અંગે પ્રિયંકાએ જણાવ્યું હતું,“આ શોની ઓફર ણળી તે પહેલાં હું રાહ જોતી હતી કે મારી અભિનય ક્ષમતા બતાવી શકું અને મને પડકારજનક પણ લાગે તેવા રોલની શોધમાં હતી. આ સિરીઝ બિલકુલ એવી જ છે, તેનો ભાગ બનીને હું બહુ જ ઉત્સુક છું. આ પાત્રના ઘણા આવરણો છે, જેના કારણે મેં રોલ સ્વીકાર્યો.”

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *