Trump એક સપ્તાહમાં પાંચમી વખત ભારતને મદદની વાત કરી

Share:

Washington/Delhi, તા.24
અમેરિકામાં બાઈડન સહિતના શાસન ભારતમાં ‘મતદાન વધારવા’ 21 મિલિયન ડોલરની મદદ કરી હતી તેવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિધાન અને ભારતને નાણા મદદની જરૂર નથી તેમ કરીને આ કહેવાતી મદદ રદ કરવાની જાહેરાત બાદ ભારતમાં સર્જાયેલા રાજકીય સહિતના વિવાદમાં એક તરફ આ અંગે એક જ સપ્તાહમાં પાંચમું નિવેદન કરતા પ્રમુખ ટ્રમ્પે હવે ‘આંકડો’ બદલ્યો છે અને એવો દાવો કર્યો છે કે બાઈડન શાસને ભારતને ચુંટણીમાં 18 મિલિયન ડોલરની મદદ કરી હતી.

આમ ટ્રમ્પે એક તરફ આ આંકડો બદલ્યો છે, તો અગાઉ આ પ્રકારે ‘મદદ’ લઈને મોદી સરકારને સ્થાને અન્ય કોઈને ચુંટવા ભારતમાં પ્રયાસ થયો હતો તેવું પણ ટ્રમ્પે જણાવ્યું હતું.

આ મુદે ઘરઆંગણે ભાજપે વિપક્ષને ભીસમાં લેવા પ્રયાસ કર્યો. હવે ખુદ નાણામંત્રાલયે તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યુ છે કે યુએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસ એઈડ) દ્વારા 2023-24ના વર્ષમાં ભારતને 7 પ્રોજેકટ માટે નાણા અપાયા હતા પણ તેઓ ચુંટણીમાં ‘મતદાન’ વધારવાના કાર્યક્રમમાં નાણા અપાયા હોવાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી.

નાણામંત્રાલયે સ્વીકાર્યુ કે, અમેરિકી મદદ 75 કરોડ ડોલરની હતી. આ અંગે સરકારના રિપોર્ટમાં જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં 7 યોજનાઓ માટે કુલ 9.7 કરોડ ડોલર આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં સરકારે સાતેય પ્રોજેકટનો ઉલ્લેખ કર્યો છે. જયાં કૃષી અને ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ સસ્ટેનેબલ ફોરેસ્ટર્સ એન્ડ કલાઈમેટ એડપ્શન પ્રોગ્રામ એન્ડ વોટર, સેનીટેશન એન્ડ હાઈજીનની ત્રણ યોજનાઓમાં અમેરિકી ભાગીદારીનો ઉલ્લેખ છે.

આમ એક તરફ ભાજપ જેને પોલીટીકલ મુદો બનાવી રહી છે તેમાં સરકાર અલગ કરે છે. વાસ્તવમાં છેક 1951ની અમેરિકી સહાય આ રીતે અલગ અલગ પ્રોજેકટ માટે મળે છે અને અમેરિકી એઈડમાં 555 પ્રોજેકટ માટે 17 બિલિયન ડોલરની આર્થિક મદદ કરી છે.

રવિવારે ટ્રમ્પે જે રીતે વારંવાર ભારતને મદદની જરૂર નથી અને તે અમેરિકાનો ફાયદો ઉઠાવે છે તેવા વિધાનો કર્યા હતા તથા ટેરીફની ધમકી આપે છે તેમાં હવે આ નવો મુદો ઉમેરાયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *