20 લાખ સરકારી કર્મચારીઓને VRS ઓફર કરતા ટ્રમ્પ

Share:

Washington,તા.01
અમેરિકામાં સતા સંભાળ્યા બાદ સરકારી ખર્ચાઓમાં જંગી કાપ મુકવા અને સમગ્ર વહીવટીતંત્રને કાર્યક્ષમ બનાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક બાદ એક પગલાઓ હવે અમેરિકાની સૌથી મોટી સરકારી છટણીની તૈયારી કરી છે અને વધુ કેન્દ્રીય 20 લાખથી વધુ કર્મચારીઓને સ્વૈચ્છીક રીતે નોકરી છોડવા ઓફર કરી છે.

ચુંટણી પ્રચારમાં જ શ્રી ટ્રમ્પે આ અંગે સંકેત આપી દીધા હતા અને કાર્યક્ષમ બનાવવા ટોચના ઉદ્યોગપતિ એલન મસ્કના નેતૃત્વ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મનેટ એફીસીયન્સીની રચના કરી હતી.

જેમાં ‘તગડા’ થયેલા અમેરિકી સરકારી વિભાગોની ચરબી ઉતારવા માટે મોટાપાયે છટણીની તૈયારી કરી છે અને 20 લાખ સરકારી કર્મચારીઓને સ્વૈચ્છીક રીતે નોકરી છોડવા ઓફર કરી છે તેમાંથી કમ સે કમ બે લાખની નોકરી સ્વૈચ્છીક રીતે અથવા તો છટણીના માર્ગે જશે. આ તમામને 30 સપ્ટેમ્બર સુધીનો સમય અપાયો છે જેમાં તેઓને આઠ માસનો પગાર અને અન્ય સુવિધા લાભો જે મળશે તે ચુકવીને વિદાય અપાશે. 

આ માટે સૈન્ય, ટપાલ અને અન્ય વિભાગોને પણ સામેલ કરાયા છે. અગાઉ બાઈડન તંત્રએ છેલ્લા બે વર્ષમાં સરકારી નોકરીમાંથી લહાણી કરી હતી અને એક જ વર્ષમાં 30 લાખ લોકોને વિવિધ સરકારી વિભાગોમાં નોકરી અપાઈ હતી.

અગાઉ 2011માં અમેરિકી સૈન્યમાં 50000 જવાનોને નિવૃત કરી દેવામાં આવ્યા હતા તો 2025માં એરફોર્સમાં 40000 હજારને નિવૃત કરાયા હતા અને 2009-2010માં પણ 20000 કર્મચારીઓએ નોકરી છોડવી પડી હતી.

ટ્રમ્પ શાસન છટણીના કારણે 100 અબજ ડોલરની બચત કરશે પણ ટીકાકારો કહે છે કે તેની ખબર આવશ્યક સેવાઓ પર પડશે અને સમાજમાં અરાજકતા ઉભી થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *