Karachi,તા.15
અમેરિકાનાં નવાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ લેશે. ટ્રમ્પ અને પીએમ મોદીની મિત્રતા જાણીતી છે, જેનાં કારણે પાકિસ્તાનમાં તણાવ વધી ગયો છે.
આ દરમિયાન પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં ખીર વેચતો એક વ્યક્તિ ચર્ચામાં છે. વાસ્તવમાં, આ વ્યક્તિ બિલકુલ ટ્રમ્પ જેવો જ દેખાય છે. આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ખરેખર, 53 વર્ષીય બગ્ગા એટલે કે પાકિસ્તાનનાં ટ્રમ્પ શહેરમાં ખીર વેચે છે. તે આલ્બિનિઝમથી પીડિત છે. વાસ્તવમાં, આલ્બિનિઝમ એ વારસાગત વિકાર છે જેનાં કારણે ત્વચા, વાળ અને આંખોનો રંગ ખૂબ જ સોનેરી થઈ જાય છે. વીડિયોમાં તેને સલવાર કમીઝની ઉપર બ્લેક જેકેટ પહેર્યું છે. શહેરનાં લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં છે.
ખીર ખાવા આવેલાં અશરફ નામનાં વ્યક્તિએ કહ્યું કે, ખીર ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ છે. અમે તેમની સાથે વાત કરીએ છીએ અને તેમની સાથે સેલ્ફી લઈએ છીએ અને અમારાં મિત્રોને કહીએ છીએ કે અમે આ તસવીરો ટ્રમ્પ સાથે લીધી છે.”
બગ્ગાને એ પણ અહેસાસ થયો છે કે તેનો ચહેરો ટ્રમ્પ જેવો છે, તેથી જ લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે, મારો ચહેરો ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છે, તેથી લોકો મારી સાથે સેલ્ફી લે છે..મને તે ખૂબ ગમે છે.”
તેણે વીડિયો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને પાકિસ્તાન આવવા વિનંતી પણ કરી છે. તેમણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ, તમે ચૂંટણી જીતી ગયાં છો, હવે અહીં આવો અને મારી ખીર ખાઓ, તમને ખૂબ મજા આવશે.