New Delhi, તા.21
અમેરિકામાં ટ્રમ્પ સતારૂઢ થતાની સાથે જ ટ્રેડવોરના સંકેતો ઉઠવા લાગ્યા છે. ટ્રમ્પે આવતાવેંત કેનેડા તથા મેકસીકો પર 25 ટકા ટેરીફ લાદવાની જાહેરાત કરી હતી. જયારે અમેરીકા સાથે બીજા નંબરે સૌથી વધુ વેપાર ધરાવતાં ભારતે પણ સંભવીત પરિસ્થિતિ વિશે વિચારણા શરૂ કરી દીધી છે.
ચીન પછી અમેરીકા ભારતનું સૌથી મોટુ ટ્રેડ પાર્ટનર છે.ટ્રમ્પ દ્વારા આવતાવેંત નીતી વિષયક ફેરફારો શરૂ કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા આયાત થતી ચીજોની સમીક્ષા શરૂ કરી છે. અન્ય દેશોમાંથી આયાત થતી કેટલીક ચીજોની અમેરીકાથી આયાત શરૂ કરવાનો ઈરાદો છે જેથી અમેરીકા સાથે વ્યાપાર સંતુલનમાં મદદ મળી શકશે ટ્રમ્પ દ્વારા ભારતમાં ઉંચી જકાત સામે અગાઉ જ નારાજગી દર્શાવવામાં આવી હતી ઉંચા આયાત જકાત અમેરીકાની ભારતમાં નિકાસ વધારવામાં અવરોધક છે. ટ્રમ્પે તો ભારતને ટેરીફ કીંગ ગણાવીને આકરો ટોણો પણ માર્યો હતો.
કેન્દ્ર સરકારના સુત્રોએ એવો સંકેત આપ્યો હતો કે ટેરીફ સંબંધી અમેરીકી ચિંતા દુર કરવાનાં પ્રવાસના ભાગરૂપે આયાત જકાત સંબંધી નીતીની સમીક્ષા શરૂ કરવામાં આવી છે. સાથોસાથ કેટલીક ચીજોની આયાતના સ્ત્રોત બદલવાના પ્રયાસ કરવામાં આવશે.
એમ માનવામાં આવે છે કે અમેરીકાનું વલણ ભારત પ્રત્યે ચીન જેટલુ આકરૂ નહી હોય ભારત સાથે વાતચીત કરવામાં અમેરીકાનું મન ખુલ્લુ હશે અને વાટાઘાટોથી જ બન્ને દેશો એકબીજાનાં લાભમાં નિર્ણયો લેશે. ટ્રમ્પના સંભવીત ભારત પ્રયાસ પૂર્વે જ કેટલાંક પેચીદા મુદાઓનો ઉકેલ આવી શકે છે. ભારતે અમેરીકા સાથે સંરક્ષણ ઉપકરણો ઉપરાંત વિમાનોની સાથોસાથ ફૂડની આયાત પણ વધારી છે.ભારતનુ અમેરીકા સાથે ટ્રેડ સરપ્લસ છે.
ભારતનું સૌથી મોટૂ ટ્રેડ પાર્ટનર ચીન છે. અમેરિકાનો બીજો ક્રમ છે. એપ્રિલથી ઓકટોબર દરમ્યાન અમેરીકા સાથે ભારતનું ટ્રેડ સરપ્લસ અબજ ડોલર રહેવાનું અનુમાન છે. ગત નાણા વર્ષમાં ભારતે 77.5 અબજ ડોલરની નિકાસ કરી હતી અને 35 અબજ ડોલરની ટ્રેડ સરપ્લસ હતી.
કેન્દ્ર સરકારનાં સુત્રોએ કહયું કે વ્યાપાર આંકડામાં સર્વીસ ક્ષેત્રનાં ડેટાને સામેલ કરવામાં આવતા નથી. અમેરીકા તરફથી વિઝા નિયમોને કારણે ભારત પર દબાણ છે. જોકે અમેરીકામાં પ્રોફેશનલ્સની ખેંચ હોવાથી ભારતીય વ્યાવસાયિકોને ખાસ વાંધો આવે તેમ નથી.
સરકાર દ્વારા ફાર્મા તથા ઈલેકટ્રોનિકસ જેવા કેટલાંક ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે જેમાં ચીનથી આયાત પર વધારવામાં આવે તો ભારતને ફાયદો થઈ શકે છે. ચીન પર લાગુ થનાર શ્રેણીબદ્ધ સુરક્ષા પ્રતિબંધોથી ભારતને મોટો લાભ થઈ શકે છે.જોકે તે માટે ભારતે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો પડશે તે માટે ખાનગી ક્ષેત્રને અનેક લાભો આપવા પડશે ભારતને મોટા ઉત્પાદક ક્ષેત્ર બનાવવા મજબુત ઈકોસીસ્ટમ પણ બનાવવી પડશે.