Morbi,તા.08
વાંકાનેર હાઈવે પર ટ્રક ટ્રેઇલર ટેન્કર સાથે અથડાયા બાદ ડીવાઈડર સાથે અથડાયું હતું જે અકસ્માતમાં ચાલકને ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ઉત્તરપ્રદેશના રહેવાસી અર્જુનકુમાર રાધેશ્યામ પટેલે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ માર્ચના રોજ વહેલી સવારના સુમારે ટ્રક ટ્રેઇલર NL ૦૧ એડી ૧૮૪૯ ના ચાલક રાજીવકુમાર ગીરીશકુમાર યાદવ (ઉ.વ.૨૬) રહે બિહાર વાળાએ પોતાનો ટ્રક ટ્રેઇલર પુરઝડપે ચલાવી વાંકાનેર ટોલટેક્ષથી આગળ ચોટીલા તરફ જતા હાઈવે પર પુરઝડપે ચલાવી ફરિયાદીના ટ્રક ટેન્કર જીજે ૩૯ ટી ૪૮૧૫ પાછળના ભાગે અથડાવી વાહન પર કાબુ ગુમાવી ફરિયાદીના ટ્રક ટેન્કરની ડાબી બાજુ અથડાવી બાદમાં ડિવાઈડર સાથે અથડાવી પોતાને ગંભીર ઈજા પહોંચાડી હતી અકસ્માતમાં ટ્રેઇલર ચાલક રાજીવકુમાર યાદવને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે