Morbi,તા.08
ત્રાજપર ખારીમાં રહેતા ઇસમના મકાન સામેથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલના જથ્થા સાથે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી-૨ રામકુવા શેરી ત્રાજપર ખારીમાં રહેતા આરોપી નીલેશ ભરત ડાભીના માકન સામે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલ કીમત રૂ ૧૦,૪૮૦ ના મુદામાલ સાથે આરોપી નીલેશ ડાભીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે