New Delhi ,તા.22
પીએમ મોદીએ બજેટ સત્રનો માહોલ સેટ કરી દીધો છે. સત્રની શરૂઆત પહેલા સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષ પર નકારાત્મક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક પક્ષોએ ફાયદા માટે સંસદનો દુરુપયોગ કર્યો છે. છેલ્લા સત્રમાં પીએમના ભાષણ દરમિયાન વિપક્ષે ખૂબ હંગામો કર્યો હતો. તેના પર આજે પીએમ એ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, અઢી કલાક સુધી મારો અવાજ દબાવવા પ્રયાસ કરાયો હતો અને મને બોલવાની તક નહોતી આપી.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, દરેક દેશવાસી માટે એ ગર્વની વાત છે કે, ભારત મોટી ઈકોનોમી વાળા દેશોમાં તેજ ગતિથી આગળ વધનારો દેશ છે. ગત ત્રણ વર્ષોમાં સતત 8% ગ્રોથ સાથે અમે આગળ વધી રહ્યા છે. આજે ભારતમાં પોઝિટિવ આઉટલુક, રોકાણ અને પ્રદર્શન એક રીતે અવસરની પીક પર છે. તે પોતાનામાં જ ભારતની વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ પડાવ છે.
મારો અવાજ દબાવવા પ્રયાસ કરાયો
વિપક્ષનું નીમ લીધા વગર નિશાન સાધતા પીએમ એ કહ્યું કે, નવી સરકારની રચના બાદ જે પ્રથમ સત્ર હતું, તેમાં 140 કરોડ દેશવાસીઓએ બહુમત સાથે જે સરકારને સેવા આપવાનો હુકમ કર્યો છે તે સરકારની અવાજ દબાવવાનો અલોકતાંત્રિક પ્રયાસ કરવામાં આવ્યો. અઢી કલાક સુધી દેશના વડાપ્રધાનનો અવાજ દબાવવાનું લોકતાંત્રિક પરંપરામાં કોઈ સ્થાન ન હોઈ શકે અને આ લોકોને તેનો પસ્તાવો પણ નથી. દિલમાં દર્દ પણ નથી. હું આજે આગ્રહ પૂર્વ કહેવા માગુ છું કે, દેશવાસીઓએ અમને અહીં દેશની સેવા માટે મોકલ્યા છે, પક્ષ માટે નથી મોકલ્યા. આ સદન પક્ષ માટે નથી, દેશ માટે છે.
સાંસદોને કર્યો આગ્રહ
વડાપ્રધાને કહ્યું કે, હું દેશના તમામ સાસંદો, ભલે તે કોઈ પણ પક્ષના હોય પરંતુ બધાને આગ્રહ પૂર્વક કહેવા માગુ છું. ખૂબ જ દુ:ખ સાથે કહું છું કે, 2014 બાદ કોઈ સાંસદને પાંચ વર્ષ તો કોઈને 10 વર્ષ માટે તક મળી પરંતુ ઘણા સાંસદ એવા પણ હતા જેમને પોતાના ક્ષેત્રની વાત કહેવાની તક ન મળી. પોતાના વિચારોથી સંસદને સમૃદ્ધ કરવાની તક ન મળી કારણ કે, કેટલાક લોકોની નકરાત્મક રાજનીતિએ દેશની સંસદનો મહત્ત્વપૂર્ણ સમયનો એક રીતે પોતાની રીજકીય નિષ્ફળતાને ઢાકવા માટે દુરુપયોગ કર્યો છે. હું તમામ પક્ષને આગ્રહ પૂર્વ કહું છું કે, કમ સે કમ જેઓ પ્રથમ વખત સંસદમાં આવ્યા છે તેમને તક આપો, ચર્ચામાં ભાગ લેવાની તેમને તક આપો.
વડાપ્રધાને કહ્યું કે, હું વિશ્વાસ રાખું છે કે, આપણા તમામ સાંસદો સંપૂર્ણ તૈયારી સાથે ચર્ચાને સમૃદ્ધ કરશે. કેટલા પણ વૃદ્ધ વિચાર હશે પરંતુવૃદ્ધ વિચાર ખરાબ નથી હોતા, નકારાત્મક વિચાર ખરાબ હોય છે. દેશને નકારાત્મકતાની જરૂર નથી. દેશને એક વિચારધારા, પ્રગતિ અને વિકાસની વિચારધારા સાથે આગળ વધવું પડશે.