Mumbai, 17
ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ ઇક્વિટી શેર્સના તેના આઇપીઓ સંદર્ભે બિડ/ઓફરનો સમયગાળો ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખોલશે અને તે સોમવાર, 23 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બુધવાર, 18 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બંધ થશે.
આઇપીઓમાં રૂ. 4,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને કંપનીના પ્રમોટર્સ પૈકીના એક અજન્મા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 1,01,60,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર નો સમાવેશ થાય છે.
કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ આવકનો કેટલાક ફંડિંગ માટે ઉપયોગ કરવા માંગે છે જે આ મુજબ છે: (1) કંપનીની વધતી કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે (2) કંપનીના મૂડી ખર્ચ માટે અને (3) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 410થી રૂ. 432 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 34 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 34 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
ઇન્ગા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, એચડીએફસી બેંક લિમિટેડ અને આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
અહીં જણાવવામાં આવેલી પરંતુ ઉલ્લેખ ન કરાયેલી તમામ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા તથા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે અને રેગ્યુલેશન્સના નિયમન 6(1)ના અનુપાલનમાં કરવામાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહેલી જેમાં આ ઓફરમાં નેટ ઓફરના લઘુત્તમ 50 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.
એ શરતે કે અમારી કંપની સેબી બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને મુજબ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે.
જે એન્કર ઇન્વેસ્ટર્સને ઇક્વિટી શેર્સની ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે (Net QIB Portion).